બ્રિટનમાં એવું તો શું થયું કે લોકોએ પોતાનો ખોરાક જ બદલી નાખ્યો, જાણો
- બ્રિટનમાં લોકો વેજ તરફ વળ્યા
- નોનવેજથી દૂર થઈ રહ્યા છે લોકો
- લોકોનો ખોરાક પ્રત્યે જાગૃતિ
વિશ્વમાં મોટા ભાગના લોકો કહે છે વેજ ફૂડ ખાવાથી શરીર વધારે સારુ, સુરક્ષિત અને સ્વસ્થ રહે છે. આ વાતને કેટલાક લોકો માને છે પણ કેટલાક લોકો માનતા નથી. આવામાં હવે યુરોપના દેશોમાં આ બાબતે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વાત એવી છે કે યુરોપના દેશો હવે વેજ ફૂડ તરફ વળી રહ્યા છે અને તેના કારણે તે દેશોમાં વેજ ફૂડની માંગ પણ વધી છે.
જોવાનું એ છે કે વેજ ફૂડની માંગ આ બધા દેશોમાં અચાનક વધી કેમ, તો વાત એ છે કે કોરોનાના કારણે બ્રિટીશ લોકોએ લાંબા સમય સુધી ઘરે રહેવું પડયું હતું. જે લોકો બહારનું ફૂડ ખાવાના રસિયા હતા તે પણ ઘરે રહીને ગુણવત્તાવાળો ખોરાક બનાવતા શીખી ગયા છે. જેમાંના કેટલાકે પસંદગીની સેન્ડવીચ કે અન્ય ખાધ પદાર્થો બહારથી મંગાવવાનું બંધ કરી દીધું છે. મિત્રો અને ઓળખીતા મળે ત્યારે ઘરે બેઠા જ ખોરાક રાંધીની પાર્ટી ઉજવવાનું પણ વધતું જાય છે.
ફૂડ ડિલિવરી એપ પર લોકો ઘરે રાંધી શકાય તેવી ચીજ વસ્તુઓ ઓર્ડર કરવા લાગ્યા છે. એવી કેટલીક વસ્તુઓ છે જેનું વેચાણ વધ્યું હોય તેમાં શેમ્પઇનનો સમાવેશ થાય છે. તરબૂચ જેવા ફળો અને આઇસ્ક્રિમ (નાઇકરબૉકર ગ્લોરી)ની ડીશ પણ વધુ ઓર્ડર થાય છે. આ ઉપરાંત ચાવલ અને સિરકામાંથી તૈયાર થતી જાપાની વેજ ડીશના વેચાણમાં ૫૪ ટકાનો વધારો થયો છે. શાકભાજી અને ઘરેલુ મસાલાઓની માંગ પણ વધી છે.
ઉલ્લેખનીય છે કે જો આ વસ્તુનો ભારત દ્વારા ફાયદો ઉઠાવવામાં આવે તો ભારત પોતાના ઘઉં, ચોખા, બાજરી જેવી અનેક વસ્તુઓને બહારના દેશોમાં વેચી શકે છે દેશની નિકાસ પણ વધી શકે છે.