
વડોદરાઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે, તેવી વહેતી થયેલી અટકળો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કર્યો હતો. રાજપીપળાના જીતનગર ખાતે આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં સમયસર ચૂંટણી યોજાશે, ઉત્તરપ્રદેશ ચૂંટણી સાથે રાજ્યને કોઈ લેવા નથી.
રાજ્ય સરકાર ઊજવણી કરે છે અને કોગ્રેસ વિરોધ કરે છે. કોગ્રેસના વિરોધની કોઈએ નોંધ પણ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમતે પણ કોગ્રેસ આદિવાસીઓનો વિરોધ કરે છે. ભાજપ કોઇ ચૂંટણીલક્ષી યોજના બનાવતી નથી. અમે તો પાંચ વર્ષમાં સતત લોકો વચ્ચે જનારા છીએ. કોંગ્રેસ ચૂંટણી વખતે જ લોકો વચ્ચે જાય છે.
ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવવાને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ આજે રાજપીપળા ખાતે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમય કરતાં વહેલી ચૂંટણી યોજાવવાની હોવાની વાતને લઇને એક મોટું નિવેદન આપ્યું હતું અને તમામ અટકળોનો અંત આણ્યો હતો. રાજ્યના વહેલી ચૂંટણી અંગે તેમણે ખુલાસો કર્યો હતો કે ચૂંટણી સમયસર જ યોજાશે. ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે રાજ્યને કોઇ લેવાદેવા નથી.
મુખ્ય મંત્રીએ ત્રીજી વેવની સંભાવનાને લઈ નિયમોના પાલન સાથે તહેવારની ઉજવણી માટે અપીલ કરી હતી. બીજી લહેરને આપણે પાર કરી,પરંતુ ત્રીજી લહેર ન આવે તે તકેદારી ખૂબ જ જરૂરી છે. તહેવારોની શાંતિપૂર્વક ઉજવણી જોઇએ. તેમણે ડોક્ટોરોની હડતાળ અને કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વિશે પણ કહ્યું હતું. તેમણે કોંગ્રેસના વિરોધને પ્રદર્શનને લઇને કહ્યું હતું કે કોરોના ન હોવાથી ડોક્ટરોએ નિયમોનું પાલન કરવું જોઇએ. તેમણે ડોક્ટરોને હડતાળ પાછી ખેંચવા માટે વિનંતી કરી હતી.