Site icon Revoi.in

અમદાવાદના શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગતા પેસેન્જરોમાં દોડધામ મચી

Social Share

અમદાવાદ, 25 માર્ચ 2026: Fire breaks out at Shivranji BRTS bus stand  શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં કોઈ કારણસર લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ લાગ્યાની જાણ થતા ફાયરબ્રિગેડની બે ગાડીઓ સાથે ફાયર જવાનો દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લીધી હતી. આગ લાગતા બસ સ્ટેન્ડમાંથી તમામ પેસેન્જર તાત્કાલિક બસ સ્ટેન્ડની બહાર રોડ ઉપર દોડી ગયા હતા. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

શહેરના વ્યસ્ત ગણાતા એવા સેટેલાઈટના શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આજે બપોરે એકાએક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આગને પગલે તમામ પેસેન્જરો બસ સ્ટેન્ડથી સલામત રીતે દૂર જતા રહ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બસ સ્ટેન્ડને આગને કારણે નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનાના કારણે હાલ પૂરતું બીઆરટીએસ બસ સ્ટેન્ડ બંધ કરવામાં આવ્યું છે.

શહેરના શિવરંજની ચાર રસ્તા નજીક બીઆરટીએસ બસ સ્ટેન્ડ આવેલું છે જ્યાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ જવા માટેની રોજની 100થી વધારે બસોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે આજે બપોરના સમયે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આવેલા કેબિનના ઉપરના ભાગે આગ લાગવાની ઘટના બની હતી. અચાનક જ કોઈપણ કારણોસર આગ લાગી હતી. જેના કારણે પેસેન્જર અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.  આગ લાગી તે સમયે બે બસો બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરને ઉતારવા માટે ઊભી હતી. જોકે ત્યારે જ બસ સ્ટેન્ડનો દરવાજો ખુલ્યો નહોતો. જેના કારણે બે બસો બહાર નીકળી શકી નહોતી, પાછળ એક ઇલેક્ટ્રીક બસ આવતી હતી જેને ડ્રાઇવરે સમય સૂચકતાથી ઉભી રાખી અને પાછળ કરી દીધી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને  આગ પર કાબૂ મેળવ્યો હતો

Exit mobile version