Site icon Revoi.in

અમદાવાદના SG હાઈવે પર મકરબામાં સોલિટેર બિલ્ડિંગમાં 3જા માળે લાગી આગ

Social Share

અમદાવાદ, 22 મે 2026 Fire breaks out on the 3rd floor of Solitaire building in Makarba  શહેરના એસજી હાઈવે પર મકરબા વિસ્તારમાં આવેલા સોલિટેર નામના બહુમાળી બિલ્ડિંગના બી વિંગના ત્રીજા માળે આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. આગ જોતજોતામાં ત્રીજા માળથી પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. ફાયરના જવાનોએ બિલ્ડિંગમાં ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. આ બનાવમાં એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓએ સ્થળ ઉપર પહોંચી આગને કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને આગને કાબૂમાં કરી લેવામાં આવી છે. જ્યારે ફાયર વિભાગની ગાડીઓ સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે, શહેરના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર મકરબામાં આવેલી જાણીતી ‘સોલિટેર બિલ્ડિંગ’ના ત્રીજા માળે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં તેણે ચોથા માળ અને પાંચમા માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.  ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગની તીવ્રતા અને પ્રચંડ ગરમીના કારણે બિલ્ડિંગના બહારના હિસ્સામાં લાગેલા મોટા કાચ ધડાકાભેર તૂટીને નીચે પડવા લાગ્યા હતા, જેના લીધે નીચે ઉભેલા લોકો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા.

ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના જણાવ્યા પ્રમાણે એસજી હાઈવે પર બિલ્ડીંગના ત્રીજા માળે લાગેલી આગ પર કાબુ મેળવાયો છે.જે લોકો ફસાયા હતા તેમને કાચના પાટીસન તોડીને બહાર કઢાયા. 50 લોકોનું ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. ત્રીજા ફ્લોર પર લાગી હતી જે ચોથા અને પાચમા માળ સુધી પ્રસરી હતી. કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરની 20થી વધુ ગાડીઓ અને 80 ફાયક જવાનોની મદદ લેવામાં આવી હતી. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેમને ફાયર વિભાગે CPR આપી મદદ કરી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

Exit mobile version