Homeગુજરાતીનવાઝુદ્દીન સિદ્દીકી અને નવનીત કૌરની ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ ફિલ્મનો ફર્સ્ટ લૂક...

નવાઝુદ્દીન સિદ્દીકી અને નવનીત કૌરની ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ -કંગનાએ ખાસ અંદાજમાં કર્યું એલાન

  • નવાઝુદ્દીન સિદ્દીકી અને નવનીત કૌરની ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’
  • ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ
  • આ ફિલ્મ કંગનાના પ્રોડક્શન હેછળ બની છે
  • કંગનાએ ખાસ અંદાજમાં ફિલ્મનું કર્યું એલાન

મુંબઈઃ- કોરોનાકાળ બાદ ઘણી બધી ફિલ્મો આવી રહી છે,મનોરંજન જગતની રોનક પરત ફરતી જોવા મળી રહી છે,આ દિવસોમાં બોલિવૂડની ઘણી ફિલ્મોની જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. તે જ સમયે નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની આગામી ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ જબરદસ્ત હેડલાઇન્સમાં આવી છે. અભિનેત્રી કંગના રનૌતે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે. જેમાં નવાઝ અને અવનીત બંને અનોખા અંદાજમાં જોવા મળ્યા છે. ફિલ્મની પહેલી ઝલક શેર કરતી વખતે કંગના રનૌતે આ ફિલ્મ વિશે ખાસ માહિતી પણ આપી છે.

કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની આગામી ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. જેમાં બંને અલગ-અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે. કંગનાએ આ ફિલ્મ વિશે ત્રણ પોસ્ટ શેર કરી છે.

કંગનાએ કરેલી પ્રથમ પોસ્ટમાં નવાઝ ‘શેરુ’ના રોલમાં ઓલ બ્લુ લુકમાં જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી પોસ્ટમાં, અવનીત કૌર સ્ટાઇલિશ લાલ ડ્રેસમાં ‘ટીકુ’ ના પાત્રમાં જોવા મળી રહી છે. તે જ સમયે, ત્રીજી પોસ્ટમાં, તે બંને વર-કન્યાના લૂકમાં ચાહકોની ઉત્સુકતા વધારી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular