
અમદાવાદમાં આજથી 15મી જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો
- પ્રથમ વખત 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા જોવા મળશે
- મોટી સંખ્યામાં ફ્લાવર શો નીહાળવા શહેરીજનો ઉમટી પડવાની આશા
અમદાવાદઃ ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર શનિવારથી ફ્લાવર શોનો શુભારંભ થશે. જેમાં પ્રથમ વખત 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા જોવા મળશે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. શહેરીજનો તા. 15મી જાન્યુઆરી સુધી ફ્લાવર શો નીહાળી શકશે. ફ્લાવર શો માટે રુ. 50 ખર્ચવા પડશે. જ્યારે શનિવાર અને રવિવારના રોજ પ્રવેશ ફી રૂ. 75 નક્કી કરવામાં આવી છે. મનપા દ્વારા કરાયેલા આ ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. જેથી અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફલાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે. આ ઉપરાંત ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. GSLV MK 3 રોકેટનું પણ સ્કલ્પચર તૈયાર કરાશે. 5.45 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે. અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. જેમાં પ્રથમ વખત 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા જોવા મળશે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ ફ્લાવર શોમાં વિવિધ જાતના છોડ અને ફુલો નિહાળવા માટે લાખોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે છે. AMCના અત્યાર સુધી યોજાયેલા ફલાવર શોમાં આગામી ફલાવર શો સૌથી વધુ 17 દિવસ રહેશે. આ દરમ્યાન 10 લાખથી વધુ લોકો મુલાકાત કે તેવી સંભાવના છે.