1. Home
  2. ગુજરાતી
  3. ધુમ્મસથી ટ્રેન દુર્ઘટના અટકાવવા મેલ-એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં ફોગ સેફ ડિવાઈસ લગાવાયાં
ધુમ્મસથી ટ્રેન દુર્ઘટના અટકાવવા મેલ-એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં ફોગ સેફ ડિવાઈસ લગાવાયાં

ધુમ્મસથી ટ્રેન દુર્ઘટના અટકાવવા મેલ-એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં ફોગ સેફ ડિવાઈસ લગાવાયાં

0
Social Share
  • આ ડિવાઈસ પાયલટને આગળ આવનારા સિગ્નલની ચેતવણી આપે છે
  • ફોગ મેન પણ તૈયાર કરવાનું આયોજન
  • ધુમ્મસમાં રેલવે લાઈન પર સિગ્નલની સ્થિતિનું મોનિટરિંગ

દિલ્હીઃ શિયાળાના આરંભ સાથે જ વહેલી સવારે અનેક રાજ્યોમાં ધુમ્મસની ચાદર પથરાઈ જાય છે. જેથી કેટલીક વાર ટ્રેનના અકસ્માતના બનાવો બને છે. પૂર્વ મધ્ય રેલવેએ શિયાળામાં ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રેનના એન્જિનોમાં ફોગ સેફ ડિવાઈસ લગાવવામાં આવ્યા છે. ટ્રેનોના સુચારૂ પરિચાલન માટે પૂર્વ મધ્ય રેલવેની તમામ મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનના પાયલટ માટે ફોગ સેફ ડિવાઈસની જોગવાઈ કરવામાં આવી છે.

મુખ્ય જનસંપર્ક અધિકારી રાજેશ કુમારના જણાવ્યા અનુસાર શિયાળામાં ધુમ્મસના કારણે થતી રેલવે દુર્ઘટનાઓને રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. ફોગ સેફ ડિવાઈસ જીપીએસ આધારીત એક ઉપકરણ છે જે પાયલટને આગળ આવનારા સિગ્નલની ચેતવણી આપે છે. તેના આધારે પાયલટ ટ્રેનની સ્પીડને નિયંત્રિત કરે છે. તે સિવાય ફોગ મેન પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે જે ધુમ્મસ દરમિયાન રેલવે લાઈન પર સિગ્નલની સ્થિતિનું મોનિટરિંગ કરશે.

રેલ ફ્રેક્ચરથી બચવા અને તેને સમયસર ઓળખવા માટે ઉચ્ચઅધિકારીઓના મોનિટરિંગમાં રેલવે કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી સુરક્ષામાં વધારો થશે અને સાથે જ સમય-પાલન જાળવી રાખવામાં પણ મદદ મળશે. તેમાં લાઈન પેટ્રોલિંગ કરનારા કર્મચારીઓને પણ GPS ઉપલબ્ધ કરાવાશે. જેથી તેમની પોતાની પણ સુરક્ષા થઈ શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code