Site icon Revoi.in

સફેદ કુર્તીને સ્ટાઈલ કરવા માટે અપનાવો આ ફેશનેબલ ટિપ્સ

Social Share

મહિલાઓના કબાટમાં સફેદ કુર્તી જોવા મળે છે. મોટાભાહની મહિલાઓ અને યુવતીઓ કુર્તી પહેરીને જ ઓફિક કે કોલેજ જાય છે. દર વખતે એક જ પ્રકારની કુર્તી પહેરવાની બદલે તેમણે અલગ-અલગ સ્ટાઈલમાં કુર્તી પહેરવી જોઈ. જેનાથી તેનો લુક ગ્લેમરસ લાગશે.

પેન્ટઃ સફેદ કુર્તીને જો મહિલા-યુવતીઓ સ્ટાઈલમાં પહેરવા માગે છે તો તેઓ તેની સાથે અલગ-અલગ રંગના પેન્ટ પહેરી શકે છે. જેમ કે બ્લુ, મરૂન અને પિંક રંગના પેન્ટ ટ્રાય કરી શકે છે. આ ઉપરાંત કુર્તીને પ્લાઝો, સ્ટ્રેટ પેન્ટ તથા જીન્સ સાથે પણ પહેરી શકે છે.

ફુટવેરઃ તમે કુર્તી સાથે સુંદર અને સ્ટાઈલીશ ફુટવેર પહેરી શકો છો. જે તમારો લુકમાં વધારો કરશે. સફેદ કુર્તીની સાથે મિરર વર્કવાળી મોજડી, હીલ સેન્ડલ વધારે સુંદર લાગશે.

જ્વેલરીઃ તમે સફેદ કુર્તીને જ્લેવરી સાથે પણ પહેરી શકો છો. તમે ઓક્સિડાઈઝ જ્વેલરીને ટ્રાય કરી શકો છે. તે તમારો લુક વધારે આકર્ષક બનાવશે. આપ કાનમાં બુટી, ગળામાં હાર તથા મોટી રિંગ પહેરી શકો છે.

દુપટ્ટોઃ સફેદ કુર્તી સાથે રંગબેરંગી દુપટ્ટો હંમેશા સરસ લાગે છે. આ ઉપરાંત બનારસી દુપટ્ટો પણ ધારણ કરી શકો છે. સફેદ કુર્તી સાથે સુંદર દુપટ્ટાનું કોમ્પિનેશન વધારે સારુ લાગશે.

બેલ્ટઃ તમે કુર્તીને બેલ્ટ સાથે પણ તમારી સ્ટાઈલમાં વધારો કરશે. બેલ્ટ સાથે તમે સ્ટાઈલિસ કુલ પ્રાપ્ત કરી શકો છો. તમે કુર્તીને લેધર બેલ્ટ, મિરર વર્ક બેલ્ટ અને કપડાના બેલ્ટ સાથે પહરી શકો છો.

Exit mobile version