1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જન્માષ્ટ્રમીના તહેવારમાં ખોરાક અને ઔષધ નિયમનનો સપાટોઃ 691 વધુ ખાદ્ય નમુના લેવાયાં
જન્માષ્ટ્રમીના તહેવારમાં ખોરાક અને ઔષધ નિયમનનો સપાટોઃ 691 વધુ ખાદ્ય નમુના લેવાયાં

જન્માષ્ટ્રમીના તહેવારમાં ખોરાક અને ઔષધ નિયમનનો સપાટોઃ 691 વધુ ખાદ્ય નમુના લેવાયાં

0
Social Share

અમદાવાદઃ રાજ્યનાં નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહી તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમીત અસરકારક કામગીરી કરવામાં આવે છે. હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી તપાસ હાથ ધરીને ઓગષ્ટ માસ દરમિયાન 691 થી પણ વધુ ખાધ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર ધ્વારા લેવાયા છે. આ નમૂનાઓ ચકાસણી અને પ્રુથ્થક્કરણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીઝમાં અને તંત્રની લેબોરેટરીઝમાં પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ છે તથા નમુનાઓના પરીણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, તહેવારો દરમિયાન લોકોને સ્વસ્થ, સલામત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ચેકીંગ, સેમ્પ્લીંગ તથા સર્વેલેન્સ કામગિરીની સાથે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા લોક જાગ્રુતિ અને ફૂડ બીઝનેસ ઓપરેટર્સ તથા આમ નાગરિકો માટે તાલીમ આપવામાં આવી રહી છે અને ઓગષ્ટ માસ દરમિયાન કુલ 691 થી પણ વધુ ખાધ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર ધ્વારા લેવામાં આવ્યા છે.

1લી ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2022 દરમિયાન રાજ્યવ્યાપી ખાધ્ય તેલનાં સર્વેલન્સ નમુના માટેની સ્પેશીયલ ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં 239 નમુનાઓ લેવામાં આવ્યા જે પૈકી 71 વનસ્પતી, 36 સીંગતેલ, 29 સરસીયું, 21 કપાસીયા તેલ, 27 પામતેલ, 19 સોયાબીન તેલ તથા 25 અન્ય નમુનાંઓ લેવામાં આવ્યા છે.

રક્ષાબંધનના પર્વ નિમીત્તે કલરવાળી તથા ચાંદીના વરખવાળી મીઠાઇ બાબતે  રાજ્યવ્યાપી સ્પેશીયલ ડ્રાઇવ કરવામાં  આવી હતી અને 239 નમુનાઓ લેવામાં આવ્યા જે પૈકી 70 ચાંદીના વરખવાળી મીઠાઇ,112 કલરવાળી મીઠાઇ અને 57 માવાની મીઠાઇઓનો સમાવેશ થાય છે. વધુમાં સર્વે અંતર્ગત વિવિધ દાળ અને કઠોળ આનુષંગીક રાજ્યવ્યાપી સ્પેશીયલ ડ્રાઇવ કરવામાં આવી છે જેમાં 224 નમુનાંઓ લેવામાં આવ્યા હતા.હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ફરાળી લોટ અંગે પણ સઘન તપાસ અને નમુનાઓ લેવાની પ્રક્રીયા ચાલુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code