Site icon Revoi.in

વન વિભાગે બિમાર સિંહબાળનું રેસ્ક્યુ કરી સારવાર આપીને તેની માતા સાથે મિલન કરાવ્યું

Social Share

વેરાવળ, 30 એપ્રિલ 2026: Forest Department rescues sick lion cub  તાલુકાના પંડવા ગામ વિસ્તારમાં લટાર મારતા સિંહ પરિવારમાં એક સિહબાળ બિમાર હોવાની વન વિભાગને જાણ થતાં વન વિભાગનો સ્ટાફ વેટનરી ડોકટર સાથે પહોંચી જઈને સફળતાપૂર્વક બિમાર સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નવ દિવસની સારવાર બાદ સિંહબાળ બિમારીથી મુક્ત થતા સિંહબાળને  ગઈ તા. 26 એપ્રિલે રાત્રે કુકરાસ ગામ નજીક માઇન્સ વિસ્તારમાં તેને તેની માતા સિંહણ સાથે સફળતાપૂર્વક મિલન કરાવવામાં આવ્યું હતુ.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા પંડવા ગામ વિસ્તારમાં સિંહોનું એક જૂથ જોવા મળ્યું હતું, જેમાં એક માદા સિંહણ અને તેના બચ્ચાઓ હતા. આ દરમિયાન એક સિંહબાળ તાવ આવવાને કારણે બીમાર પડ્યું હતું. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને 17 એપ્રિલે સિંહબાળનું રેસ્ક્યુ કર્યું હતું. તેને સીમાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતુ, જ્યાં લગભગ નવ દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. અને  સારવાર બાદ સિંહબાળ સંપૂર્ણપણે સ્વસ્થ બન્યું હતું. 26 એપ્રિલે રાત્રે વન વિભાગ દ્વારા વેરાવળના કુકરાસ ગામ નજીક આવેલા માઇન્સ વિસ્તારમાં આ સિંહબાળનું તેની માતા સિંહણ સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ,

વન વિભાગની સમયસર કામગીરી અને દેખરેખના કારણે બીમાર સિંહબાળને નવજીવન મળ્યું અને તે ફરીથી પોતાના કુદરતી આવાસમાં પરત ફરી શક્યું છે.

Exit mobile version