Homeગુજરાતીઉદયરપુર દરજી હત્યાકાંડ બાદ બીજેપીના પૂર્વ પ્રવક્તાને મળી જાનથી મારી નાખવાની ...

ઉદયરપુર દરજી હત્યાકાંડ બાદ બીજેપીના પૂર્વ પ્રવક્તાને મળી જાનથી મારી નાખવાની ધમકી- ઈમેલ પર ઉદયપુર ઘટનાનો વીડિયો મોકલવામાં આવ્યો

  • બીજેપીના પૂર્વ પ્રવક્તાને પણ જાનથી મારી નાખવાની ધમકી
  • ઈમેલ પર ઉદયપુર ઘટનાનો વીડિયો મોકલવામાં આવ્યો

 

દિલ્હીઃ ઉદ્યપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાએ લોકોના દહ્ય હચતમચાવી મૂક્યા છએ,આ ઘટનાને લઈને રાજસ્થાનના તમામ જીલ્લામાં ગારા 144 લાગૂ કરાી છે તો બીજી તરફ ઈન્ટરેનટ સેવા પણ બેન કરવામાં આવી છે ત્યારે હવે આ ઘટનાનો વીડિયો બીજેપીના પૂર્વ પ્રવક્તા નવીન જીંદાલને ઈમેલ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે,આ સાથે જ તેઓને જાનથી મારી નાખવાની ધનકી આપવામાં આવી છે

આ મેઈલમાં લખવામાં આવ્યું છે કે ઉદયપુરની ઘટનાની જેમ તેનું  માથુ કાપી નાખવાની ધમકી અપાઈ છે.સસ્પેન્ડ કરાયેલા દિલ્હી ભાજપના પ્રવક્તા નવીન કુમાર જિંદાલે ટ્વીટ કર્યું હતું કે મુસ્લિમ પુરુષો દ્વારા હિન્દુ દરજીની હત્યા કર્યાના કલાકો પછી તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.ઉલ્લેખનીય છે કે પાર્ટીએ ગયા મહિને જિંદાલને પ્રોફેટ પરના ટ્વિટને કારણે સસ્પેન્ડ કરી દીધા હતા.

આજે સવારે નવીન જિંદાલે 6.43 વાગ્યે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી હિન્દીમાં તેમણે લખ્યું છે કે મને ત્રણ ઈમેલ મળ્યા, જેમાં ભાઈ કન્હૈયા લાલને મારી નાખવાનો વીડિયો હતો. તેણે મને અને મારા પરિવારને આ રીતે મારી નાખવાની ધમકી આપી. તેની જાણ મે હાલ પોલીસને કરી છે કે,ઉલ્લેખનીય છે કે  દરજી કન્હૈયા લાલની હત્યાથી રાજસ્થાનના ઉદયપુરમાં ભારે તણાવપૂર્ણ મોહાલ સર્જાયો છે સર્જાયો છે.

 

સંબંધિત લેખો

Most Popular