Site icon Revoi.in

ડીસા-ભીલડી હાઈવે પર એક જ દિવસમાં ચાર અકસ્માતો સર્જાયા, એકનું મોત

Social Share

ડીસા, 15 જુલાઈ, 2026 : Four accidents occurred on the Deesa-Bhildi highway in a single day  રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભીલડી-ડીસા હાઈવે પર એક જ દિવસમાં ચાર અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા. એક જ દિવસમાં હાઈવે પર જુદા જુદા સ્થળોએ સર્જાયોલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા થઈ હતી. ડીસા તાલુકાના ભીલડીથી વડાવળ સુધીના હાઈવે પર રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવા છતાં યોગ્ય ડાયવર્ઝન અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવને કારણે આ અકસ્માતો સર્જાયા હોવાનું કહેવાય છે.

ડીસા-ભીલડી હાઈવે પર  અંદાજે 10 કિલોમીટરના અંતરમાં ચાર અકસ્માતોના બનાવ બન્યા હતા. પ્રથમ અકસ્માત સોતમલા ગામ નજીક સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજો અકસ્માતનો બનાવ લોરવાડા નજીક સર્જાયો હતો. જેમાં કારને નકસાન થયુ હતું. પણ કોઈ જાનહાની થઈ નથી. ત્રીજો અકસ્માતનો બનાવ ખેટવા બ્રિજ પર ચઢતી વખતે એક સ્વીફ્ટ કાર અને જીઓ કંપનીના ટેન્કર વચ્ચે સર્જાયો હતો. આ ઘટનાઓની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ ડીસા તાલુકાના ભીલડીથી વડાવળ સુધીના હાઈવે પર રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવા છતાં યોગ્ય ડાયવર્ઝન અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે.

Exit mobile version