Site icon Revoi.in

અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેસ લિકેજથી આગ લાગતા સિલિન્ડર ફાટ્યો, બેનાં મોત

Social Share

અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં ગત રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ લીક થતાં આગ ફાટી નીકળી હતી, અને જોતજોતામાં આગ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી, દરમિયાન આગને લીધે ગેસ સિલિન્ડર ધડાકા સાથે ફાટ્યો હતો. આગની જાણ થતાં આજપબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરાકા ફાયરો ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનાના કારણે યુવક લાલો નરેશ સોલંકી (ઉ.વ. 19) અને યુવતી મહેવીશ સોલંકી(ઉ.વ 22) ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય એક 40 વર્ષીય મહિલા ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં ગત રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ લીક થતાં આગ ફાટી નીકળી હતી, આગને લીધે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ મકાનના અન્ય ભાગમાં પ્રસરી હતી, આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી, પરંતુ બે લોકોના મૃત્યુને પગલે નારોલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ, શહેરના નારોલ વિસ્તારમાં આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યું ત્યારે ત્યાં ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. મકાનમાં યુવક અને યુવતી દાઝી ગયા હતા. જ્યારે એક મહિલા બેભાન હાલતમાં હતી. જેને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી અને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી અને બાદમાં બાટલો ફાટતાં આગ વધુ પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવેલા યુવક-યુવતીનું મૃત્યુ થયું હતું, જ્યારે 40 વર્ષીય મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Exit mobile version