1. Home
  2. ગુજરાતી
  3. સંપૂર્ણ દિવસનો થાક થઇ જશે દૂર,અનુસરો માત્ર આટલી ટીપ્સ
સંપૂર્ણ દિવસનો થાક થઇ જશે દૂર,અનુસરો માત્ર આટલી ટીપ્સ

સંપૂર્ણ દિવસનો થાક થઇ જશે દૂર,અનુસરો માત્ર આટલી ટીપ્સ

0
Social Share
  • દિવસભરના થાકને કરો દૂર
  • અપનાઓ માત્ર આટલી ટીપ્સ
  • ચહેરો પણ થઇ જશે ફ્રેશ

આજકાલના સમયમાં લોકોનું જીવન એવું થઇ ગયું છે કે સાંજ પડે ત્યારે લાગે કે તેમના ચહેરા પર અઢળક થાક છે. દિવસભરના કામકાજ બાદ થાક ચહેરાને ડલ અને ઉતરેલો બની જાય છે. તો આવા સમયમાં કેવા પગલા લેવા જોઈએ તેના વિશે વાંચો.

ધૂળ, પ્રદૂષણ અને સૂર્યપ્રકાશને લીધે ત્વચામાં રહેલો ભેજ ચહેરાની સુંદરતાને અસર કરે છે અને તેને ફરીવાર ફ્રેશ કરવો હોય તો ચહેરા પર આઈસ ક્યુબ લગાવવું જોઈએ. ચહેરા પર આઇસ ક્યુબ લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે સાથે તંદુરસ્ત અને ચમકતી ત્વચા મેળવવા માટે થોડા સમય માટે ચહેરા પર આઈક્યૂબ લગાવું જોઈએ.

ચહેરાને ફ્રેશ બનાવવા માટે શીટ માસ્કનો પણ ઉપયોગ કરી શકાય છે. શીટ માસ્કનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. વિવિધ પ્રકારના હાઇડ્રેટિંગ શીટ માસ્ક માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. જે એનર્જી આપવાનું કામ કરે છે. શીટ માસ્ક ત્વચાને હાઇડ્રેટ કરે છે તેમજ ત્વરિત ગ્લો આપે છે.

ત્વચાને સ્વસ્થ રાખવા માટે દરરોજ ચહેરાને ધોવો જોઈએ. ગંદકી અને પ્રદૂષણને લીધે ત્વચામાં છિદ્રો રચાય છે. આ જમા ગંદકી દૂર કરવા માટે ચહેરાને ફેસ વોશથી ધોવો જોઈએ. ઘરે આવ્યા પછી દરરોજ ચહેરો ધોઈ લો તો થાક ઉતરી જશે.

સ્કિન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા ઉપરાંત, તમારા આહાર પર વિશેષ ધ્યાન આપો. ખાવામાં કચુંબર રાખવાની ખાસ ખાતરી કરો. આ સિવાય વધુને વધુ પાણી પીવો જેથી તમારી ત્વચા હાઇડ્રેટ રહે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code