1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક આહાર નીતિ અહેવાલ
વૈશ્વિક આહાર નીતિ અહેવાલ

વૈશ્વિક આહાર નીતિ અહેવાલ

0
Social Share

(મિતેષ સોલંકી)

  • આંતરરાષ્ટ્રીય આહાર નીતિ સંશોધન સંસ્થા દ્વારા તાજેતરમાં વિયાશ્વિક આહાર નીતિ અહેવાલ જાહેર કરવામાં આવ્યો.
  • આ વર્ષના પ્રકાશિત અહેવાલની થીમ – “Transforming Food Systems After COVID-19” હતી.
  • COVID-19ના કારણે વિશ્વના મોટા ભાગમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને મોટાભાગની શાળાઓ તેમજ ડે કેર કેન્દ્રો ઘણા લાંબા સમય સુધી બંધ રાખવાની ફરજ પડી હતી.
  • ઉપરોક્ત લોકડાઉનના કારણે મોટાભાના લોકો અને બાળકો મોંઘા અને પોષણયુક્ત આહાર (ફળ અને લીલા શાકભાજી)ના બદલે મુખ્ય અનાજનો ખોરાક લેવા લાગ્યા હતા.
  • ભારતમાં ચાલતો મધ્યાહન ભોજન કાર્યક્રમ જે પ્રાથમિક શાળાના કુલ બાળકોમાંથી 80%ને આવરી લે છે તેના ઉપર પણ COVID-19ના લોકડાઉનની ઘણી ઊંડી અસર જોવા મળી છે.
  • આ ઉપરાંત અગાઉના વર્ષ કરતાં મોટાભાગના ઘરની સ્ત્રીઓમાંથી 50% મહિલાઓનો ઘણો સમય ચૂલો સળગાવવા માટે લાકડા એકઠા કરવામાં અને પાણી લાવવામાં વ્યતિત થયો છે.
  • જો કે ભારતે સ્થળાંતરીત શ્રમિકોને સામાજિક સુરક્ષા આપવાના અભિયાનની બાબતમાં ઘણી સફળતા પણ મેળવી છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code