નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર તાજેતરમાં ભારતીય માલ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ૨૫ ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે. લોકસભામાં, ગોયલે કહ્યું કે દેશ રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે તમામ પગલાં લેશે. તેમણે કહ્યું કે સરકાર આ સંદર્ભમાં ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગ સંગઠનો સહિત તમામ હિસ્સેદારો સાથે સલાહ લેશે.
તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી એક વાજબી, સંતુલિત અને પરસ્પર ફાયદાકારક દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટો કરી રહ્યા છે. ગોયલે કહ્યું કે ભારત હવે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે અને થોડા વર્ષોમાં તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તેમણે કહ્યું કે ભારતે સંયુક્ત આરબ અમીરાત, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશો સાથે ફાયદાકારક દ્વિપક્ષીય વેપાર કરારોને અંતિમ સ્વરૂપ આપ્યું