
કોરોના મહામારીમાં ગરીબોની વ્હારે આવી દેશની સરકારઃ કુલ 80 કરોડ લોકોને મફ્તમાં અનાજનું વિતરણ કર્યું – રિપોર્ટ
- કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે ગરીબોની કરી મદદ
- 80 કરોડ લોકોને આપ્યું મફ્તમાં અનાજ
દિલ્હીઃ સમગ્ર દેશમાં વિતેલા વર્ષની શરુઆતથી જ કોરોના મહામારી શરુ થઇ હતી આ સમગ્ર સમયગાળા દરમિયાન, ભારત સરકારે પોતાના દેશના 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે.કોરોના મહામારીમાં લાદવામાં આવેલા લોકડાઉનમાં આ મફ્ત અનાજથી ગરિબોને ઘણો ફાયદો યો હતો, રોજનું કમાણી કરતા વર્ગ માટે મોટી રાહત મળી હતી.
આ સાથે જ 80 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળ્યો છે. ભારતે આગળના વર્ષ 2019-20 ની સરખામણીએ પાછલા વર્ષ દરમિયાન પાત્ર દેશોને ખાદ્ય સહાયમાં લગભગ 36 ગણો વધારો કર્યો છે.
આ સમગ્ર બાબતે ખાદ્ય મંત્રાલય એ આપેલી માહિતી પ્રમાણે દેશમાં બિન-બાસમતી ચોખાની નિકાસ અગાઉના વર્ષની સરખામણીમાં 2020-21માં 2.6 ગણી વધી છે. તે જ સમયે, 2019 ની સરખામણીમાં ઘઉંની નિકાસમાં લગભગ 9.5 ગણો વધારો થયો છે. બાસમતી ચોખાની નિકાસ પણ વધીને 131 લાખ મેટ્રિક ટન થઈ છે. આ સાથે, અન્ય દેશોને 79 હજાર ટન અનાજ ખાદ્ય સહાય તરીકે આપવામાં આવ્યું છે.
ખાદ્ય રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ શુક્રવારના રોજ રાજ્યસભામાં માહિતી આપી હતી કે બિન-બાસમતી ચોખાની નિકાસ ગયા વર્ષ દરમિયાન લગભગ 51 લાખ મેટ્રિક ટનથી વધીને 2020-21માં 131 ટન થઈ છે. જ્યારે, આ સમયગાળા દરમિયાન બાસમતી ચોખાની નિકાસમાં નજીવો વધારો થયો છે. જે ગયા વર્ષના 44.55 લાખ મેટ્રિક ટનથી વધીને 46.3 લાખ મે.ટન થયું છે. તો આ જ સરખા સમય દરમિયાન ઘઉંની નિકાસ 2019-20 માં માત્ર 2.2 મેટ્રીક ટન રહી હતી, જે 2020-21માં વધીને 21 લાખ મેટ્રિક ટન થઈ છે.