Site icon Revoi.in

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઊજવણી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તિરંગો લહેરાવ્યો

Social Share

નવી દિલ્હીઃ આજે દેશભરમાં 76માં ગણતંત્ર દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવી રહી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સવારે 10:30 કલાકે કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો હતો. 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભાગ લીધો હતો. જ્યાં વિવિધ મંત્રાલયો અને વિવિધ રાજ્યોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ દરમિયાન વાયુદળના રાફેલ, સુખોઈ જેવા વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા માર્ચ પાસ્ટ કરીને શૌર્ય પ્રદર્શન કરાયું હતું.

76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.. પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભાગ લીધો હતો. જ્યાં વિવિધ મંત્રાલયો અને વિવિધ રાજ્યોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ દરમિયાન વાયુદળના રાફેલ, સુખોઈ જેવા વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા માર્ચ પાસ્ટ કરીને શૌર્ય પ્રદર્શન કરાયું હતું.

કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લોના રૂપમાં સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસની પરેડમાં 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના 10 મંત્રાલયો અને વિભાગોના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ટેબ્લોનો મુખ્ય વિષય ‘સુવર્ણ ભારત: વારસો અને વિકાસ’ હતો.

76માં ગણતંત્ર દિવસે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. “સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”ની થીમ પર ગુજરાતની ઝાંખી જોવા મળી.  જેમાં ‘મણિયારા રાસ’ના તાલે ઝુમતા કલાકારોએ સૌને રોમાંચિત કર્યા. ‘ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ વિષય આધારિત ઝાંખી રજૂ કરવામાં આવી. આ ટેબ્લોમાં રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસનું સંમિશ્રણ હતુ.  ઝાંખીમાં કીર્તિ તોરણ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાનું બખૂબી નિદર્શન કરાયું. કર્તવ્ય પથ પરથી વિવિધ રાજ્ય-વિભાગોના 31 ટેબ્લો રજૂ થયા હતા. ટેબ્લોના કલાકારોએ ‘પીએમ એટ હોમ’ કાર્યક્રમ અંતર્ગત PMના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. છેલ્લા બે વર્ષથી ગુજરાતનો ટેબ્લો ‘પબ્લિક ચોઈસ એવોર્ડ’માં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે. સતત ત્રીજા વર્ષે પણ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે માય ગવર્મેન્ટ એપ પર વોટિંગ શરુ કરાયું છે.

Exit mobile version