Homeગુજરાતીદેશ-વિદેશફેટિ લીવર, થેલેસેમિયા અને કબજિયાતની નવી દવાઓના ટ્રાયલને લીલી ઝંડી: CDSCO ની...

ફેટિ લીવર, થેલેસેમિયા અને કબજિયાતની નવી દવાઓના ટ્રાયલને લીલી ઝંડી: CDSCO ની ભલામણ

નવી દિલ્હી, 28 સપ્ટેમબર 2026: દેશમાં ફેટી લીવર, સિસલ સેલ, થેલેસેમિયા અને કબજિયાત સાથે પેટના દુખાવા જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના ઈલાજ માટે દવાની નવી વિનિમય પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન’ (CDSCO) ની નિષ્ણાત સમિતિઓએ કેટલીક નવી દવાઓના ત્રીજા અને ચોથા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ (ચિકિત્સકીય પરીક્ષણ)ને આગળ ધપાવવાની મહત્વપૂર્ણ ભલામણ કરી છે. બીજી તરફ, એસિડિટી માટે વપરાતી દવા વોનોપ્રીઝનના વેચાણ પર નિષ્ણાત સમિતિએ કડક શરત મૂકી છે. હવે આ દવા માત્ર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન (લખાણ) પર જ છૂટક વેચી શકાશે. ડોક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી એસિડિટીની દવાઓ લેવાથી શરીરમાં વિટામિન B-12 અને મેગ્નેશિયમની ઉણપ સર્જાય છે, તેમજ આંતરડામાં ઈન્ફેક્શન અને કિડનીને નુકસાન થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.

  • નવી દવાઓ અને ટ્રાયલ

એફિમોસ્ફેરમિન આલ્ફા : ફેટી લીવરના એવા દર્દીઓ કે જેમાં લીવરમાં સોજો અને ફાઈબ્રોસિસ જેવી સ્થિતિ ઊભી થાય છે, તેમના માટે આ દવાનો ત્રીજો તબક્કો મંજૂર કરાયો છે. આ સિવાય ‘રેસમેટીરોમ’ દવામાં 52 સપ્તાહના ઈલાજ બાદ લીવર બાયોપ્સીથી ફાઈબ્રોસિસના ફેરફારો ચકાસવાની ભલામણ કરાઈ છે.
લિનાક્લોટાઈડ : IBS-C (કબજિયાત અને પેટનો અસહ્ય દુખાવો)થી પીડાતા દર્દીઓ માટે આ દવાની ત્રીજા તબક્કાની ટ્રાયલ મંજૂર કરાઈ છે. આ દવા આંતરડાની સફાઈમાં મદદ કરવાની સાથે પેટના દુખાવામાં ઝડપી રાહત આપે છે. આ ટ્રાયલ માત્ર એવી જ હોસ્પિટલોમાં થશે જ્યાં ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગ ઉપલબ્ધ હોય.
એટાવોપિવેટ : સિકલ સેલ અને થેલેસેમિયાની આ દવાના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં 6 થી 12 વર્ષના બાળકોને સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular