1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ ધો-12 વિજ્ઞાનપ્રવાહનું 72.02 ટકા પરિણામ જાહેર
ગુજરાતઃ ધો-12 વિજ્ઞાનપ્રવાહનું 72.02 ટકા પરિણામ જાહેર

ગુજરાતઃ ધો-12 વિજ્ઞાનપ્રવાહનું 72.02 ટકા પરિણામ જાહેર

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધો-12 વિજ્ઞાન પ્રવાહનું આજે 72.02 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓનું 72.05 અને વિદ્યાર્થીઓનું 72 ટકા પરિણામ જાહેર થયું હતું. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધો-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજકેટ એપ્રિલ 2022ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. 100 ટકા સીસીટીવી કેમેરાના કવરેજ સાથે બોર્ડની પરીક્ષા લેનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતી માધ્યમની સરખામણીએ અંગ્રેજી માધ્યમનું પરિણામ વધારે આવ્યું છે.

માર્ચ-2022 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,07,663 પરીક્ષાર્થી નોંધાયા હતાં. તે પૈકી 1,06,347 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 95715 હતા જેમાંથી 95361એ પરીક્ષા આપી હતી. તે પૈકી કુલ 68681 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યાં છે. રાજ્યમાં સૌથી વધુ 85.78 ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ, જ્યારે સૌથી ઓછું 40.19 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ 96.12 ટકા સાથે લાઠી કેન્દ્ર પ્રથમ તેમજ સૌથી ઓછું 33.33 ટકા પરિણામ લીમખેડા કેન્દ્રમાં આવ્યું છે. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી 64 શાળાઓ જ્યારે 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી 61 શાળાઓનો સમાવેશ થાય છે. A1 ગ્રેડ સાથે 196 વિદ્યાર્થીઓ જયારે A2 ગ્રેડ સાથે 3303 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમનું 72.57 ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું 72.04 ટકા પરિણામ આવ્યું છે.

ગુજકેટ-2022 પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું. 99થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં 385 અને B ગ્રુપમાં 684 વિદ્યાર્થીઓ જ્યારે 98થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં 784 અને B ગ્રુપમાં 1328 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુ. ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના માતા-પિતા અને શિક્ષકો પણ ખૂબ મહેનત કરતાં હોય છે. આ સર્વેની સંયુક્ત મહેનત-પરીશ્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થતી હોય છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જીવનની એકમાત્ર અને છેલ્લી પરીક્ષા નથી હતી. તેમાં અસફળ વિદ્યાર્થીઓ પણ જીવનના અન્ય અનેક ક્ષેત્રોમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી હોય એવા અનેક હકારાત્મક ઉદાહરણ આપણી વચ્ચે છે અનઉતિર્ણ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને હતાશ થયા વિના ફરીથી મહેનત કરીને સફળતા મેળવવા અનુરોધ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code