1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યાં હોવાથી અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. છેલ્લા 24 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે.

આ સમિતિમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રબારી રઘુ શર્મા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, રાજ્યસભાના સાંસદ અને CWC સભ્ય શક્તિસંહ ગોહિલ, બનાસકાંઠાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના અન્ય રાજકીય આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. મધુસુદન મિસ્ત્રી, ભરતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, શૈલેષ પરમાર, પરેશ ધાનાણી, નારયણ રાઠવા, તુષાર ચૌધરી સહિતના આગેવાનો પણ સ્થાન આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસના અન્ય નેતાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code