ગુજરાત ભાજપે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ગુજરાતીઓની નોંધણી માટે હેલ્પલાઈન શરૂ કરી, નોંધી લો નંબરો
ગાંધીનગર, 2 માર્ચ, 2026 – helpline ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ખાડી દેશોમાં ઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિને પગલે ત્યાં વસતા અથવા સહેલાણી તરીકે ગયેલા ગુજરાતીઓ અને તેમના પરિવારજનોની ચિંતાને ધ્યાનમાં રાખી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા વિશેષ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે.
આ હેલ્પલાઇનનો હેતુ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ગુજરાતના નાગરિકોની માહિતી એકત્રિત કરીને સહાય પૂરી પાડવાનો છે. નાગરિકો જાહેર કરાયેલા નંબર પર સંપર્ક કરી તેમના અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા સ્વજનનું નામ, સ્થળ, સંપર્ક વિગત તથા અન્ય જરૂરી માહિતી નોંધાવી શકશે. ભાજપા દ્વારા પ્રાપ્ત થતી તમામ વિગતોને પ્રાથમિકતા સાથે કેન્દ્ર સરકાર સુધી અસરકારક રીતે પહોંચાડવામાં આવશે, જેથી યોગ્ય સંકલન દ્વારા ઝડપી સહાય સુનિશ્ચિત થઈ શકે. સંવેદનશીલ સમયમાં નાગરિકોને જરૂરી તમામ સહયોગ માટે ભાજપા સજ્જ છે.
હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે:
07923276943, 07923276944
8141138000, 8141735000


