Homeગુજરાતીગુજરાતગુજરાતઃ સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસ સાથેનું વર્ષ 2023નું કેલેન્ડર જાહેર...

ગુજરાતઃ સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસ સાથેનું વર્ષ 2023નું કેલેન્ડર જાહેર કરાયું

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ-2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું. ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-2023 ની વિવિધ વિષયવસ્તુ-થીમ સાથેનું કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-2023ના વિવિધ વિષયવસ્તુ-થીમ આ વર્ષના કલેન્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.  સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી દ્વારા તૈયાર કરાયેલું આ કેલેન્ડર G-20 ની વિષયવસ્તુ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસથી વધુ આકર્ષક અને નયનરમ્ય બન્યું છે.  આ પ્રસંગે માહિતી નિયામક આર. કે. મહેતા, ડીજીપીએસ  વી. એમ. રાઠોડ, અધિક  માહિતી નિયામક પુલક ત્રિવેદી, સરકારી ફોટો લીથો પ્રેસના મેનેજર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular