1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોએ કાળજી રાખવા સરકારે અપીલ કરી
ગુજરાતઃ વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોએ કાળજી રાખવા સરકારે અપીલ કરી

ગુજરાતઃ વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોએ કાળજી રાખવા સરકારે અપીલ કરી

0
Social Share

અમદાવાદઃ મહિસાગર જીલ્લાના ખેડૂતો માટે હાલમાં અરબી સમુદ્રમાં ઉપજેલ લો-પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી વાદળછાયા વાતાવરણ સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાએ અનુરોધ કર્યો છે.

જીલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા જણાવ્યા મુજબ હવામાન ખાતાના અહેવાલને ધ્યાને લઈ ચાલુ અઠવાડિયા દરમિયાન મધ્ય-દક્ષિણ ગુજરાતનાં મહિસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ તેમજ માવઠું આવવાની શકયતાઓ રહેલી છે, તો આવા સજોગોમાં વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઊભા પાક જેવા કે દિવેલા, કપાસ, રાઈ, ચણા, ઘઉં, મકાઇ, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે,

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પાકોમાં પાક-જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયત્રંણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધતિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો, કસોમસમી વરસાદની પરિસ્થિતિ ઉભિ થાય તો ઉભા પાકમા પિયત ટાળવુ,ખેતરમા રહેલ ઘાસચારાના ઢગલાને વ્યવસ્થિત રીતે ઢાંકવા,ફળ પાકો શાકભાજી પાકોને સમયસર ઉતારી બજારમા સુરક્ષિત પહોચાડવા, ખેતરમા પાણી ભરાયેલ હોય તો તુરંત નિકાલ કરવો,કાપણી કરેલ પાક તૈયાર હોય તો પાકને ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી,ખેત સામગ્રી જેવી કે ખાતર, બિયારણ, દવા ભીંજાય નહી કે ભેજ ના લાગે તે મુજબ સુરક્ષીત ગોડાઉનમા રાખવુ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code