ગાંધીનગર, 3 જુન, 2026 : Gujarat government increases dearness allowance of 5th Pay Commission employees ગુજરાત સરકારના પાંચમા પગાર પંચ હેઠળ આવતાં કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત હજારો કર્મચારીઓ અને પેન્શનધારકોને સીધો લાભ મળશે. વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓને આર્થિક રાહત આપવાના ઉદ્દેશ સાથે લેવામાં આવેલા આ નિર્ણયથી કર્મચારીઓમાં રાહતની લાગણી જન્મી છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ, વધારેલા મોંઘવારી ભથ્થાનો લાભ કર્મચારીઓને જાન્યુઆરી-2026ના પગાર સાથે આપવામાં આવશે. સાથે જ અગાઉના સમયગાળાના બાકી રહેલા તફાવતની રકમ, એટલે કે એરિયર્સની ચુકવણી પણ કરવામાં આવશે. રાજ્ય સરકારે 1 જુલાઈ 2021થી 2024 સુધીના સમયગાળાના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ તબક્કાવાર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો લાભ માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓને જ નહીં પરંતુ પંચાયત સેવા હેઠળના કર્મચારીઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપરાંત અનુદાનિત અને અન્ય પાત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ મળશે. આથી રાજ્યભરમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના પરિવારોને આર્થિક લાભ મળશે.
રાજ્યના કર્મચારી સંગઠનો લાંબા સમયથી મોંઘવારી ભથ્થાના વધારા અને એરિયર્સની ચૂકવણીની માંગ કરી રહ્યા હતા. વધતી મોંઘવારી અને જીવનજરૂરિયાતોના ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. ખાસ કરીને પાંચમા પગાર પંચ હેઠળ આવતાં કર્મચારીઓ લાંબા સમયથી આ જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.
રાજ્ય સરકારના આ નિર્ણય બાદ કર્મચારી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોંઘવારીના સમયમાં મળેલી આ રાહતને કર્મચારીઓ આવકારી રહ્યા છે. જાન્યુઆરી-2026ના પગાર સાથે વધારેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળવાની સાથે આગામી સમયમાં એરિયર્સની ચુકવણી પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયને કર્મચારી હિતલક્ષી અને રાહતદાયક પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.

