Site icon Revoi.in

ગુજરાતઃ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે,જેમાં આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની શકયતા પણ સેવાઈ રહી છે,રાજયમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે,રાજ્યમાં સૌથી વધુ તાપમાન મહુવામાં 38.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી,રાજકોટમાં 37.6 ડિગ્રી, અમરેલીમાં 36.5 ડિગ્રી,અમદાવાદમાં 36 ડિગ્રી, ગાંધીનગરમાં 35.8 ડિગ્રી,ડીસામાં 34.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 35.9 ડિગ્રી.વડોદરામાં 36.4 ડિગ્રી,સુરતમાં 36.2 ડિગ્રી,ભુજમાં 35.6 ડિગ્રી, કંડલામાં 36.4 ડિગ્રી,પોરબંદરમાં 36.4 ડિગ્રી, ભાવનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાનની આગાહી કરતી એજન્સી, સ્કાયમેટના જણાવ્યા અનુસાર, ઉત્તરીય મેદાનોમાં આગામી 3-4 દિવસમાં તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસથી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની શક્યતા છે. તે જ સમયે, મધ્ય ભારતમાં તાપમાન વધશે. મહારાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના ભાગો, ખાસ કરીને દરિયાકાંઠાના અને આંતરિક વિસ્તારોમાં તાપમાનમાં 2°C થી 3°C નો વધારો જોવા મળી શકે છે.

આગામી સપ્તાહની શરૂઆતમાં આ સ્થિતિ સ્થિર થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં ઠંડા પવનો. ઉત્તર ભારતના પહાડોમાંથી પશ્ચિમી વિક્ષેપ પસાર થઈ રહ્યો છે, જેના કારણે (28 માર્ચ)થી હવામાનની ગતિવિધિઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે. આ વિક્ષેપ પાછળ ઠંડા પવનો ફૂંકાય છે, જે પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં પહોંચશે. કેટલાક ભાગોમાં આ પવન મધ્યપ્રદેશ સુધી પણ પહોંચી શકે છે. તેની અસરને કારણે આ રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. પરંતુ જ્યાં કોઈ અસર નહીં થાય ત્યાં તાપમાન વધતું રહેશે.