1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. GSTની કરચોરીમાં ગુજરાત અવલ્લ નંબરે, 4 વર્ષમાં અમદાવાદમાં 971 કરોડની કરચોરી !

GSTની કરચોરીમાં ગુજરાત અવલ્લ નંબરે, 4 વર્ષમાં અમદાવાદમાં 971 કરોડની કરચોરી !

0
Social Share

અમદાવાદઃ સરકાર ગમે તેટલા પ્રયાસો કરે કરચોરી અટકવાની નથી. હવે તો જીએસટીમાં પણ કેટલાક વેપારીઓ કિમીયો અપનાવીને કરચોરી કરી લેતા હાય છે. રાજ્યમાં જીએસટી 2017માં લાગુ થયો ત્યારથી અત્યાર સુધીમાં કરચોરીનો આંક રૂ. 3 હજાર કરોડને પાર થઇ ગયો છે. જેમાં સૌથી વધારે કરચોરી અમદાવાદ અને સુરતમાં થઇ હોવાનું જીએસટીના સૂત્રો કહી રહ્યા છે.

કેન્દ્રને જીએસટીની આવકમાં ગુજરાતનો સિંહફાળો ફાળો છે. જીએસટી માટે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ કેટલાક વેપારીઓ અવનવા કિમીયા જમાવીને કરચોરી કરી લેતા હોય છે. જીએસટીના અઘિકારીઓના કહેવા મુજબ અમદાવાદમાં કુલ 971 કરોડની જ્યારે સુરતમાં 789 કરોડની કરચોરી સાથે રાજ્યના બંને શહેર જીએસટીની ચોરી માટે જાણે હબ બની ગયા છે. આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, મોરબી અને ગાંધીનગરમાં પણ મોટાપાયે જીએસટીની ચોરી થતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જીએસટી ચોરીના કૌભાંડમાં અમદાવાદની 250 અને સુરતની 196 પેઢીઓના નામ સામે આવ્યા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં બોગસ બિલિંગનું રૂ. 3094 કરોડનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતુ. ભાવનગર, રાજકોટ, મોરબી અને ગાંધીનગરમાં 1334 કરોડના કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતુ. બોગસ  બિલિંગ કૌભાંડ રૂ. 17188 કરોડનું હોવાનું કહેવાયછે.

સૂત્રોના જણાવ્યા મુજબ કૌભાંડને પગલે તાજેતરમાં જ ભાવનગર જિલ્લામાં એક સાથે 36 અધિકારીની બદલી કરવા સાથે એક ડેપ્યુટી કમિશનર અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયા હતા. અંદાજે રૂ. 1 કરોડના બોગસ બિલિંગ કૌભાડમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે રૂ. 333 કરોડ, મોરબી રૂ. 126 કરોડ અને ગાંધીનગર રૂ. 104 કરોડના બોગસ બિલિંગ કૌભાડં ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ ભાડાની જગ્યા પરથી ચાલતું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code