Site icon Revoi.in

ગુજરાતઃ GSTની આવકમાં નોંધપાત્ર વધારો, આંકડો 6702 કરોડ ઉપર પહોંચ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની આવકમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. જુલાઇ-2025માં ગુજરાત GST હેઠળ 6,702 કરોડની આવક થઈ છે. જે જુલાઈ 2024માં થયેલી આવક 5837 કરોડ કરતા 15 ટકાનો વધારો થયો છે. જુલાઈ 2025માં રાષ્ટ્રીય કક્ષાએ GST આવકમાં 8 ટકાનો ગ્રોથ રહ્યો છે. ગુજરાત રાજ્યને જુલાઈ 2025માં વેટ હેઠળ 2620 કરોડની આવક થઈ છે. વિદ્યુત શુલ્ક હેઠળ 1038 કરોડની આવક, વ્યવસાય વેરા હેઠળ 22 કરોડની આવક થઈ છે. આ રીતે રાજ્ય કર વિભાગને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાથી કુલ 10,381 કરોડની આવક થઈ છે.

જુલાઇ-2025માં મોબાઇલ સ્ક્વૉડ 30.99 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષના સમાન માસમાં થયેલી 24.65 કરોડ સામે 25.72 ટકા વધારે છે. ગુજરાતમાં જીએસટી લાગુ થયા બાદ કરદાતાઓની સંખ્માં વધારો થયો છે. વર્ષ 2024-2025માં કરદાતાઓની સંખ્યામાં બમણાથી પણ વધુ વધારો થયો છે.