1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણથી ભરતી સુધી કાર્યક્રમનું આયોજન 
ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણથી ભરતી સુધી કાર્યક્રમનું આયોજન 

ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણથી ભરતી સુધી કાર્યક્રમનું આયોજન 

0
Social Share

અમદાવાદ, તા. 14 જુલાઈ, 2026: ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ અને સમાજવિદ્યાભવન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “શિક્ષણથી રોજગાર (Education to Employment)” વિઝનને સાકાર કરવા “શિક્ષણથી ભરતી સુધી” વિષયક વિશેષ માર્ગદર્શન તથા પ્લેસમેન્ટ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમનું આયોજન રાજ્યશાસ્ત્ર વિભાગના વડા અને સંયોજક પ્રો. (ડૉ.) હિતેશ આર. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા સમાજવિદ્યાભવનના અધ્યક્ષ પ્રો. (ડૉ.) સંજય પરદેશીએ કરી હતી. મુખ્ય મહેમાન તરીકે પ્રો. (ડૉ.) પ્રીતિબેન મેયાણી, પલ્લવી તન્વર– Talent Acquisition & HR Operations, તેમજ અકદસજી, Senior Operation Manager, Axis Bank, ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનોએ વિદ્યાર્થીઓને વર્તમાન રોજગાર બજારની જરૂરિયાતો, કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો, ભરતી પ્રક્રિયા, રિઝ્યૂમે તૈયાર કરવાની પદ્ધતિ, ઇન્ટરવ્યૂમાં સફળતા મેળવવા માટેની કૌશલ્યવર્ધક બાબતો તથા વ્યક્તિત્વ વિકાસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું, જેમાં કારકિર્દી અંગેની વિવિધ શંકાઓનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રો ડો અરૂણ વાઘેલા, પ્રો અલ્પાબેન મહેતા તથા પ્રો ડો વિજયાબેન હાજર રહ્યા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પણ યોજવામાં આવ્યા, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણથી રોજગાર સુધીની સફરમાં જરૂરી માર્ગદર્શન અને રોજગારીની તકો સાથે જોડાવાનું ઉત્તમ મંચ પ્રાપ્ત થયું.  રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને ઉદ્યોગજગત સાથે જોડતા, રોજગારલક્ષી અને કૌશલ્યવર્ધક કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે, તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code