1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. “બેટી બચાવો બેટી પઢાવો” : ગુજરાતની દીકરીએ 12 લધુગ્રહનું સંશોધન કરી મેળવી અનોખી સિદ્ધિ
“બેટી બચાવો બેટી પઢાવો” : ગુજરાતની દીકરીએ 12 લધુગ્રહનું સંશોધન કરી મેળવી અનોખી સિદ્ધિ

“બેટી બચાવો બેટી પઢાવો” : ગુજરાતની દીકરીએ 12 લધુગ્રહનું સંશોધન કરી મેળવી અનોખી સિદ્ધિ

0
Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ દીકરીઓ અભ્યાસની સાથે રમત-ગમત સહિત ક્ષેત્રમાં દેશ-દુનિયામાં ભારતનું ગૌરવ વધારી રહી છે. દરમિયાન મોડાસાની વ્યાચી વ્યાસ નામની દીકરીએ અંતરિક્ષમાં લઘુગ્રહના સંશોધનના એક નહીં પરંતુ બે પ્રોજેક્ટ પૂર્ણ કર્યાં છે. NASAએ પણ અંતરિક્ષમાં લઘુગ્રંહનું સંશોધન કરનારી પ્રાચીને પ્રમાણપત્ર એનાયત કરીને તેનું સન્માન કર્યું છે. પ્રાચી વ્યાસએ બે પ્રોજેક્ટમાં 12થી વધુ લઘુગ્રહ શોધવાની સાથે મંગળ ગ્રહથી ગુરુ ગ્રહ વચ્ચે લઘુગ્રહના શોધની સિદ્ધિ હાંસિલ કરી છે.

મોડાસા તાલુકાના બોલુન્દ્રાનો વ્યાસ પરિવાર હાલ મોડાસામાં વસવાટ કરે છે. પરિવારની દીકરી પ્રાચી ધો-9માં અભ્યાસ કરતી હતી ત્યારથી જ તેની અંતરિક્ષની ગતિવિધીઓની જાણકારી મેળવવામાં ઉત્કૃષતા વધી હતી. દીકરીના આ ઉત્સાહને જોઈને પરિવારજનોએ પણ તેને તમામ મદદ પુરી પડી હતી.

દરમિયાન અંતરિક્ષને લઈને 3 મેથી 28 મે સુધીમાં એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. પ્રથમ પ્રોજેક્ટ દરમિયાન મંગળ અને ગુરૂ ગ્રહ વચ્ચે એક-બે નહીં પરંતુ આઠ જેટલા લઘુગ્રહ તેને શોધ્યાં હતા. મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે પથ્થર, બરફ અને હવાના લાખો એસ્ટ્રોઈડ જોવા મળ્યાં હતા. તે પૃથ્વી નજીક આવતા હોય છે અને તેનું કદ સહિતની સંશોધનની કામગીરી કરાઈ હતી.

દરમિયાન તા. 1લી સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી બીજા પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આ દમિયાન અન્ય ચાર લઘુગ્રહ શોધવામાં તેને સફળતા મળી હતી. આમ પ્રાચીએ બંને પ્રોજેકટની કામગીરી દરમિયાન એક-બે નહીં પરંતુ 12 જેટલા લઘુગ્રહ શોધવામાં આવ્યાં હતા. પ્રાચીએ ખોજ નામની સંસ્થા મારફતે પોતાના પ્રોજેક્ટ નાસામાં મોકલાવ્યાં હતા. નાસાના અધિકારીઓ પણ પ્રાચીના પ્રોજેક્ટનો અભ્યાસ કરીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નાસાએ પ્રાંચીને બે સન્માનપત્ર આપીને તેનું સન્માન કર્યું છે.

અંતરિક્ષમાં લધુગ્રહ સંશોધન કરનારી પ્રાચીએ જણાવ્યું હતું કે, અવકાશમાં મંગળ અને ગુરૂ વચ્ચે એસ્ટ્રોઈડ બેલ્ટનું સંશોધન કર્યું છે. તેણે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ જ અંતરિક્ષમાં રહીને ઘણું બધુ શિખી દેશ અને રાજ્યનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલ પ્રાચી વ્યાસ એમએસસી વિથ રિસર્ચનો અભ્યાસ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code