1. Home
  2. ગુજરાતી
  3. શેમ્પૂ કર્યાના બીજા જ દિવસે વાળ ચીકણા થઈ જાય છે? આ 5 ટિપ્સ અપનાવો
શેમ્પૂ કર્યાના બીજા જ દિવસે વાળ ચીકણા થઈ જાય છે? આ 5 ટિપ્સ અપનાવો

શેમ્પૂ કર્યાના બીજા જ દિવસે વાળ ચીકણા થઈ જાય છે? આ 5 ટિપ્સ અપનાવો

0
Social Share

આપણામાંથી ઘણા લોકો વાળ જલ્દી ઓઈલી થઈ જવાની સમસ્યાથી પરેશાન હોય છે. શેમ્પૂ કર્યાના બીજા જ દિવસે વાળ ચીકણા અને બેજાન લાગવા માંડે છે. જ્યારે આવું થાય છે ત્યારે માત્ર આપણી હેરસ્ટાઈલ જ નથી બગડતી, પરંતુ સ્કેલ્પમાં ડેન્ડ્રફ અને ખંજવાળ જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. વાસ્તવમાં, આપણા સ્કેલ્પમાં રહેલી ‘ઓઈલ ગ્લેન્ડ્સ’ જ્યારે જરૂર કરતા વધુ તેલ (સીબમ) ઉત્પન્ન કરવા લાગે છે, ત્યારે વાળ ઓઈલી થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોવ, તો આજે અમે તમને કેટલાક એવા અસરકારક ઘરેલું ઉપાયો જણાવીશું જેનાથી તમારા વાળ લાંબા સમય સુધી ફ્રેશ અને હેલ્ધી રહેશે.

  • વારંવાર વાળને અડવાની ભૂલ ન કરો

ઘણા લોકોને આદત હોય છે કે તેઓ વારંવાર વાળમાં હાથ ફેરવતા હોય છે. તમારી આ આદત વાળને જલ્દી ચીકણા બનાવે છે. હાથમાં રહેલી ગંદકી અને કુદરતી તેલ વાળમાં ટ્રાન્સફર થાય છે. વાળને વારંવાર અડવાનું ટાળશો તો તે લાંબા સમય સુધી ફ્રેશ અને ઓઈલ-ફ્રી રહેશે.

  • વાળ ધોવાની સાચી રીત જાણો

જો વાળ જલ્દી ઓઈલી થતા હોય તો તેને રોજ ધોવાની ભૂલ ન કરો. દરરોજ શેમ્પૂ કરવાથી સ્કેલ્પ વધુ તેલ ઉત્પન્ન કરવા લાગે છે. અઠવાડિયામાં માત્ર 2 થી 3 વાર જ શેમ્પૂ કરો. ખાસ ધ્યાન રાખો કે શેમ્પૂને સીધું વાળ પર લગાવવાને બદલે હંમેશા થોડા પાણીમાં મિક્સ કરીને લગાવો.

  • લીંબુનો કુદરતી ઉપયોગ

લીંબુ સ્કેલ્પના વધારાના તેલને નિયંત્રિત કરવા માટે રામબાણ ઈલાજ છે. વાળ ધોયા પછી એક મગ પાણીમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો અને આ પાણીથી છેલ્લે વાળ ધોઈ લો. આનાથી સ્કેલ્પનું pH લેવલ જળવાય છે અને વાળ તેલિયા થતા નથી. (નોંધ: જો સ્કેલ્પમાં કોઈ ઈજા કે વધુ ખંજવાળ હોય તો લીંબુનો પ્રયોગ ટાળવો).

  • એલોવેરા જેલ છે ગુણકારી

એલોવેરા જેલ માત્ર સ્કેલ્પને સાફ નથી રાખતું, પણ તે ઓઈલ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. વાળ ધોતા પહેલા એલોવેરા જેલને સ્કેલ્પ પર હળવા હાથે લગાવી અડધો કલાક રહેવા દો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. આનાથી વાળ નરમ અને ફ્રેશ રહેશે.

  • કાંસકાની સફાઈ છે અનિવાર્ય

જો તમે ગંદા કાંસકાનો ઉપયોગ કરો છો, તો તેમાં જમા થયેલી ધૂળ, ગંદકી અને જૂનું તેલ ફરીથી તમારા સ્વચ્છ વાળમાં પહોંચી જાય છે. આ સમસ્યાથી બચવા માટે દર અઠવાડિયે તમારા કાંસકાને ગરમ પાણી અને સાબુથી વ્યવસ્થિત સાફ કરવાનું રાખો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code