દિલ્હી સહીત ઉત્તરભારતમાં ગરમીનો પ્રકોપ, ભીષણ ગરમી વચ્ચે લોકો લૂ થી પરેશાન, આજથી ગરમીનો પારો વધશે
- દિલ્હીમાં ગરમીનો પ્રકોપ
- સમગ્ર ઉત્તરભારતમાં આજથી લૂ ચાલશે
દિલ્હીઃ- દેશભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે જો દેશની રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો એહી ગરમીએ માજા મૂકી છે,શુિક્રવારનો દિવસ મે મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો ત્યારે આગામી દિવસોમાં ભીષમ ગરમી થઈ શકે છે.
મે મહિનાની શરૂઆતમાં પડેલા વરસાદને કારણે ગરમીમાંથી રાહતના દિવસો પૂરા થયા છે. હવે આકરી ગરમીનો સમય આવી ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં શનિવારે તાપમાનનો પારો વધ્યો હતો. રવિવારે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને વિદર્ભ પ્રદેશમાં ગરમીની લહેરોની સંભાવના છે.
હવામાન વિભાગની જાણકા્રી પ્રમાણે, શનિવારે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તીવ્ર હીટવેવ જોવા મળી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે મેદાનોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચે છે, ત્યારે IMD હીટ વેવની આગાહી કરે છે.
તો વળી બીજી તરફ ડુંગરાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર કરી જતાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે.ચક્રવાત મોચા, જે બંગાળની ખાડીમાં ઉદ્દભવ્યું છે, તે આંદામાન અને નિકોહર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરના ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં છે, એમ આઈએમડીએ જણાવ્યું હતું. તે રવિવારે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે તેવી સંભાવના છે.