Homeગુજરાતીગુજરાતસફેદ વાળથી તમે પણ થઈ ગયો છો હેરાન, તો કરો આ કામ

સફેદ વાળથી તમે પણ થઈ ગયો છો હેરાન, તો કરો આ કામ

સુંદર કાળા વાળ દરેક ચાહે છે. એવામાં ઘણા લોકો સફેદ વાળથી પરેશાન રહે છે. તમે પણ પરેશાન હોવ તો ઘરેલુ ઉપાય અપનાવી કાળા વાળ કરી શકો છો.

• કરો આ ઘરેલું ઉપાય
આમળા વાળ માટે વરદાન છે. તેનો ઉપયોગ વાળને કાળા કરવા માટે સદિયોંથી કરવમાં આવી રહ્યો છે. આમળા વાળને ખરતા ઓછા કરે છે અને તેને પોષણ આપે છે. તેનું તેલ લગાવવાથી સફેદ વાળથી છુટકારો મળે છે.

• દહીંનો ઉપયોગ
દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વાળને નરમ અને ચમકદાર બનાવે છે. દહીંમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવો, તેનાથી સફેદ વાળ કાળા થઈ શકે છે.

• મેથીના દાણાનો ઉપયોગ
મોટાભાગના લોકો ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરે છે. પણ તેનો ઉપયોગ કરીને તમારા વાળને કાળા કરી શકો છો. તે વાળ ખરતા અટકાવવામાં પણ મદદ કરે છે.

• ઇંડાનો ઉપયોગ
તમે કાળા વાળ મેળવવા માંગો છો, તો તમે ઈંડાનો ઉપયોગ કરી શકો છો. તે એક કુદરતી ઉપાય છે, જે પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર છે. તે વાળને સ્વસ્થ રાખે છે અને સ્કેલ્પને પોષણ આપે છે.

• પૌષ્ટિક ખોરાક
તમે તમારા આહારમાં પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરી શકો છો. જો તમે લીલા શાકભાજી, સલાડ અને ફળોનું સેવન કરો છો તો તે તમારા વાળને સ્વસ્થ રાખશે. આ બધા ઉપાયો પછી પણ જો તમારા વાળ કાળા ન થતા હોય તો ચોક્કસથી ડોક્ટરની સલાહ લો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular