અમદાવાદઃ પાકિસ્તાન દ્વારા હવે કચ્છ જિલ્લાના ભુજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. જેમાં ભુજ-ખાવડા હાઇવે પર આવેલ એરફોર્સના એરબેઝ પાસે વહેલી સવારે ડ્રોન એટેક થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મંડળ દ્વારા શહેરની બજારો બંધ કરી દેવામાં આવી છે અને લોકોને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે.
આજે જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદ ધારાસભ્યો તથા ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મંડળના એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી થોડા દિવસો સુધી માર્કેટ તથા બજારો બંધ રાખવી અને બ્લેકઆઉટનું ચુસ્તપણે પાલન કરવું.