1. Home
  2. ગુજરાતી
  3. રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર છવાઈ ,રચ્યો આ ઇતિહાસ
રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર છવાઈ ,રચ્યો આ ઇતિહાસ

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર છવાઈ ,રચ્યો આ ઇતિહાસ

0
Social Share

મુંબઈ – અબીનેતા રણબીર કપૂરની ફિલ્મ રીલીઝ થયાને 17 દિવસ થઈ ચૂક્યા છે છાંટતા પણ આ ફિલ્મને દર્શકો હજી મળી રહ્યા છે અને એજ કારણ છે કે રીલીઝના 17 માં દિવસે આ વિકેન્ડમાં પણ ફિલ્મનું બોક્સ ઓફિસ પરે શાનદાર કલેક્શન રહ્યું છે .

માહિતી મુજબ રણબીર કપૂર અને રશ્મિકા મંદાના  ફિલ્મ ‘એનિમલ’ એ ઈતિહાસ રચ્યો છે.  ફિલ્મ એનિમલ સતત સોળ દિવસથી બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. કમાણીના આંકડા 17માં દિવસે પણ ચાલુ રહ્યા હતા. આટલું જ નહીં સત્તરમા દિવસે ફિલ્મ એનિમલે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો.

આ ફિલ્મ એ શનિવારે એટલે કે તેના રીલીઝના  સોળમા દિવસે ર 12.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રવિવારે પણ ફિલ્મના કલેક્શનમાં બમ્પર જમ્પ જોવા મળ્યો હતો. સેકનિલ્કના રિપોર્ટના પ્રારંભિક અનુમાન મુજબ, રવિવારે અનિમલે  15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 512.94 કરોડ થઈ ગયું છે.

તાજેટરના આ કલેક્શન સાથે જ 500 કરોડનો બોક્સ ઓફિસનો આંકડો પાર કરનારી રણબીર કપૂરની પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ સાથે તે આ વર્ષની ચોથી ફિલ્મ બની છે જેણે ઘરેલુ બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દુનિયાભરના કલેક્શનની વાત કરીએ તો આ આંકડો 800 કરોડને પાર કરી ગયો છે.હવે આ ફિલ્મ 1 હરાજ કરોડ ની ક્લબ માં સામેલ થવાથી થોડી જ દૂર જોવા મળે છે ,

ઉલ્લેખનીય છે કે  આ અઠવાડિયે બે મોટી ફિલ્મો શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડિંકી’ અને પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ રિલીઝ થઈ રહી છે. ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકેલી રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ એ ત્રીજા સપ્તાહના અંતે સ્થાનિક બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે અને સ્થાનિક બોક્સ ઓફિસ પર લગભગ રૂ. 512 કરોડની કમાણી કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code