દિલ્હીઃ દેશના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરએ આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાંથી હટવાના એક તરફી નિર્ણય કરનારા હોકી ઈન્ડિયાને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય મહાસંધને આવો કોઈ નિર્ણય કરતા રહેલા સરકાર સાથે ચર્ચા કરવી જોઈતી હતી. ઠાકુરે કહ્યું કે, દેશમાં ઓલિમ્પિક રમતોના મુખ્ય વિત્ત પોષણ હોવાને કારણે સરકારને રાષ્ટ્રીય ટીમના પ્રતિનિધિત્વ પર નિર્ણય કરવાનો પૂર્ણ અધિકાર છે. મને લાગે છે કે, કોઈ પણ મહાસંધને આવા નિવેદનથી બચવું જોઈએ અને પહેલા સરકાર સાથે ચર્ચા કરવી જરૂરી છે. મહાસંઘની ટીમ નહીં પરંતું રાષ્ટ્રીય ટીમ છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, 130 જનસંખ્યાવાળા દેશમાં માત્ર 18 ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ નથી કરતા. આ (રાષ્ટ્રમંડળ ખેલ) વૈશ્વિક પ્રતિયોગિતા છે અને મારું માનવું છે કે, હોકી ઈન્ડિયાએ સરકાર અને સંબંધિત વિભાગ સાથે વાત કરવી જોઈ હતી, નિર્ણય સરકાર લેશે.
હોકી ઈન્ડિયાએ કોવિડ-19 સાથે જોડાયેલી ચિંતા અને બ્રિટેનના વૃથકવાસ સાથે જોડાયેલા બાદભાવપૂર્ણ નિયમોને કારણે બર્મિધમ રાષ્ટ્રમંડળ ખેલમાંથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. જે બાદ અનુરાગ ઠાકુરે આ નિવેદન આપ્યું છે.
હોકી ઈન્ડિયાએ સાથે કહ્યું કે, બર્મિધન રમતો અને હાંગજોઉ એશિયાઈ ગેમ્સ વચ્ચે માત્ર 32 દિવસનો સમય છે. એશયાઈ ગેમ્સમાં સ્વર્ણ મેડલ જીતવાની સાથે ટીમ 2024માં પેરિસ ઓલિમ્પિકમાં સીધુ ક્વોલિફાઈ કરી શકાય છે.
મંત્રીએ કહ્યું કે, દેશમાં હોકી પ્રતિભાઓની અછત નથી તથા ક્રિકેટનું ઉદાહરણ આપતા કહ્યું કે, ખેલાડીઓ માટે સતત બે ટૂર્નામેન્ટમાં રમવુ નવી વાત નથી. જો ક્રિકેટર એક બાદ બીજી ટૂર્નામેન્ટ રમી શકે તો બીજી રમતના ખેલાડીઓ કેમ ન રમી શકે. તેમણે વધુમાં કહ્યું કે, મારુ માનવું છે કે, એશિયાઈ ગેમ્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ભારતીય ટીમ ક્યાં રમશે એ માત્ર મહાસંધ નહીં પરંતુ સરકાર ઉપર પણ નિર્ભર કરે છે. આ વર્ષે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો માટે પસંદગી સમિતિની બેઠક આગામી 10 દિવસમાં મળી શકે છે. રાષ્ટ્રપતિ પાસેથી સમય મળ્યા બાદ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.