Site icon Revoi.in

હોકી ઇન્ડિયા લીગ-HILનું સાત વર્ષનાં ગાળા બાદ પુનરાગમન થશે

Social Share

નવી દિલ્હીઃ હોકી ઇન્ડિયા લીગ-HILનું સાત વર્ષનાં ગાળા બાદ પુનરાગમન થશે. હોકી ઇન્ડિયાએ સત્તાવાર રીતે HIL માટે ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરી હતી. લીગમાં આઠ પુરુષ અને છ મહિલા ટીમો હશે. સૌ પ્રથમ વાર મહિલા લીગ પુરુષોની સ્પર્ધાની સાથે યોજાશે.

ખેલાડીઓની હરાજી 13થી 15 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. દરેક ફ્રેન્ચાઇઝી 24 ખેલાડીઓની એક ટીમ બનાવશે, જેમાં ઓછામાં ઓછા 16 ભારતીય ખેલાડી અને આઠ આંતરરાષ્ટ્રીય ખેલાડીને સામેલ કરી શકાશે. મેચો ઝારખંડનાં રાંચી અને ઓડિશાનાં રાઉરકેલામાં યોજાશે.

Exit mobile version