ગૃહમંત્રી અમિત શાહે હુબલીની કોલેજમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન, કોલેજના મહોત્સવને સંબોધતા પીએમ મોદીના કર્યા વખાણ
- ગૃહમંત્રી અમિત શાહે હુબલીમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન
- રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા
દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કર્ણાટક પ્રવાસે છે. તેમણે આજરોજ હુબલીમાં બીવીબી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સીએમ બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા.
આ સાથે જદ અમિત શાહ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેવા અને રોડ શોમાં ભાગ લેવા માટે વિતેલી મોડી રાતે કર્ણાટકના હુબલી પહોંચ્યા છે. આ દરમિયાન તેમનું મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કાતિલ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને અન્યોએ સ્વાગત કર્યું હતું.
અમિત શાહે પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા હતા. BVB એન્જિનિયરિંગ કોલેજના ‘અમૃત મહોત્સવ’ને સંબોધતા શાહે કહ્યું કે “PM મોદીની જેમ દરેક વ્યક્તિએ પોતાનું જીવન પોતાના દેશ માટે જીવવું જોઈએ અને ભારતને વિશ્વમાં નંબર વન દેશ બનાવવા માટે કામ કરવું જોઈએ”.