આંધ્રપ્રદેશના માર્કાપુરમમાં ગમખ્વાર અકસ્માત, ચાર લોકોનાં મોત
માર્કાપુરમ, 03 જુલાઈ 2026: Horrific accident in Markapuram આંધ્રપ્રદેશના માર્કાપુરમ વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અમરાવતી-અનંતપુર હાઈવે પર કંભમ નજીક એક લોરી અને ઓટો-રિક્ષા વચ્ચે ટક્કર થતાં ચાર લોકોનાં મોત થયાં છે અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસે શું કહ્યું?
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની કંભાંપાડુ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોરી ચાલક દ્વારા વાહન પૂરપાટ ઝડપે ચલાવવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ ઘટના અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
અકસ્માત કેવી રીતે થયો?
ગિડ્ડાલુરના નલ્લાબંડા બજારની અવુલા વીરક્કા અને કામભમના પામુલેટીના લગ્ન શુક્રવારે સવારે 9:30 વાગ્યે યોજાવાના હતા. લગ્ન પહેલાં, જાન વિનાયક મંદિર પાસે રોકાઈ હતી, જ્યાં કન્યાએ પૂજા કરી અને નાળિયેર વધેર્યું. તે જ સમયે, સામેથી આવતા એક ટ્રક પરથી ચાલકે કાબૂ ગુમાવ્યો અને ટ્રક ઓટો-રિક્ષા તથા તેમાં બેઠેલા લોકો પર ફરી વળ્યો.
વધુ વાંચો: ઉત્તર પ્રદેશના એટાહમાં ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોનાં મોત


