Site icon Revoi.in

કૈલાશ માનસરોવર માટે કેટલા પૈસા ચૂકવવા પડશે? કયા દસ્તાવેજોની જરૂર પડશે? સંપૂર્ણ માહિતી

Social Share

ચીને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સનાતન ધર્મમાં કૈલાશ માનસરોવરનું ઘણું મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી આજે પણ કૈલાસ પર્વત પર રહે છે. કૈલાશ પર્વત હિમાલયના સૌથી મોટા શિખરોમાંથી એક છે.

મહત્વની જાણકારી
કૈલાશ પર્વત ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં સ્થિત છે. આ પર્વત હિંદુઓ તેમજ બૌદ્ધ, જૈન અને બૌન ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં હજારો લોકો પહોંચે છે. કૈલાશ માનસરોવરની યાત્રા ઉત્તરાખંડ, સિક્કિમ અને તિબેટથી શરૂ થાય છે. ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) આ યાત્રાની સુરક્ષાની જવાબદારી લે છે. કુમાઉ મંડલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (KMVN) અને સિક્કિમ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (KPVN) કૈલાશની યાત્રા કરતા લોકોને ટેકો અને સહાય પૂરી પાડે છે. જ્યારે ‘દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઈન્સ્ટિટ્યૂટ’ પ્રવાસ પર જઈ રહેલા લોકો માટે ફિટનેસ ટેસ્ટ કરાવે છે.

કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન?
કૈલાશ માનસરોવર યાત્રા માટે તમે વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. મુસાફરી માટે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાસપોર્ટના પહેલા અને છેલ્લા પેજનો ફોટો, ફોન નંબર અને ઈમેલ તમારી સાથે રાખો.

મુસાફરી માટે ફી અને ભાડા