નવી દિલ્હીઃ ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની શરૂઆત આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે. આ મેચ આજે બપોરે 3 વાગ્યે શરૂ થશે. 2025 મહિલા વર્લ્ડ કપ 50 ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી આવૃત્તિ છે. જેમાં આઠ ટીમો ભાગ લેશે.
ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન છે.આ ટીમો ભારતના ચાર સ્થળો અને કોલંબોમાં એક સ્થળોએ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં 28 લીગ મેચોમાં ભાગ લેશે. કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની અપેક્ષિત મેચ પાંચ ઓક્ટોબરના રોજ કોલંબોમાં રમાશે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેમના પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ ટાઇટલ માટે પાછલા 47 વર્ષથી રાહ જોવે છે.