Site icon Revoi.in

ICSE અને ISC બોર્ડનું ધો.10 નું 99.30 ટકા અને 12નું 98.95 ટકા પરિણામ

Social Share

અમદાવાદ, 1 મે 2026: ICSE and ISC board results,  ICSE અને ISC બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી અને માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનુ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10નું 99.30 ટકા અને ધોરણ 12નું 98.95 ટકા પરિણામ આવ્યુ છે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ આવ્યું છે. જો કે અમદાવાદની વિવાદિત સેવન્થ ડે સ્કૂલનું પરિણામ ટેક્નિકલ કારણોસર જાહેર કરાયુ નથી.

ICSE બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી અને માર્ચમાં ધોરણ 10ની 67 વિષયોની પરીક્ષા 20 ભારતીય ભાષાઓ, 14 વિદેશી ભાષાઓ અને એક ક્લાસિકલ ભાષામાં યોજવામાં આવી હતી. જ્યારે ISCની ધોરણ 12ની 45 વિષયોની પરીક્ષા 13 ભારતીય ભાષાઓ, બે વિદેશી ભાષા અને 2 ક્લાસિકલ ભાષામાં યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 99.46 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 98.93 ટકા જાહેર કરવામાં આવ્યું છે. પરિક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓ ખૂશખૂશાલ જોવા મળ્યા હતા.

અમદાવાદમાં વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. સેવન્થ ડે શાળા સંચાલકોની બેદરકારીના કારણે હજારો વિદ્યાર્થીઓનું પરિણામ અટવાયું છે. જો કે પરિણામ જાહેર ન થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. જ્યારે બીજી તરફ શાળા દ્વારા વાલીઓને આવતીકાલે પરિણામ આવી જશે તેવો મેસેજ કરીને આશ્વાસન આપવામાં આવ્યું છે. ટેક્નિકલ કારણથી પરિણામ અટવાયું હોવાનો શાળા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

Exit mobile version