
બાજરીનો રોટલો ખાશો,તો આ બીમારીઓ કોઈ દિવસ થશે નહી
- બાજરીનો રોટલો ખાવાના ફાયદા
- બીમારીઓથી બચાવવામાં મદદરૂપ
- જાણો તેના વિશે વધારે જાણકારી
શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારની કસરતની તો જરૂર છે જ પણ સાથે યોગ્ય ડાયટની પણ જરૂર છે. લોકોએ તે પણ જોવું પડે કે, તેમણે શરીરને ફીટ રાખવા માટે શું ધ્યાન રાખવું જોઈએ અને શું ખાવુ. આવામાં જે તે વાત જાણીને લોકોને આશ્ચર્ય થશે કે બાજરીનો રોટલો ખાવાથી પણ અનેક પ્રકારના ફાયદા થાય છે અને તેનાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે.
શિયાળમાં સૌ કોઇને પ્રિય એવો બાજરીનો રોટલો ન માત્ર સ્વાદમાં સારો હોય છે પરંતુ તે અનેક રોગોનો રામબાણ ઇલાજ પણ છે. બાજરીનો રોટલો સ્વાસ્થ્યને સારુ તો રાખે જ છે અને અનેક બીમારીઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે.
બાજરીમાં એન્ટિઓક્સિડન્ટ્સ, સેલેનિયમ, વિટામિન-સી, વિટામિન-ઈ જેવા ફાયદાકારક પોષક તત્વો મળી આવે છે જે ત્વચા માટે ફાયદારૂપ છે. એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચાને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે. ફ્રી-રેડિકલ ત્વચાને નુકસાન પહોંચાડે છે. વિટામિન-સી અને વિટામિન-ઇ ત્વચા માટે ફાયદાકારક છે.
આહારમાં ઘઉંના રોટલાને બદલે બાજરીના રોટલાનો સમાવેશ કરવાથી વજન ઘટાડી શકાય છે. બાજરીમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તેને પચવામાં સમય લાગે છે, જેના કારણે પેટ ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી.
એવું કહેવાય છે કે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં બાજરીનો સમાવેશ કરવો જોઈએ. તે બ્લડ સુગર લેવલને અચાનક વધવા દેતું નથી. આ બંને સામાન્ય બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત બાજરી કેન્સર જેવી ગંભીર બીમારીઓને પણ શરીરથી દૂર રાખે છે.