
વારંવાર વોશરુમ જવાની ફરીયાદ છે તો ચેતી જાવ, આ મોટી બીમારીઓનો હોય શકે સંકેત
- વારંવાર વોશરુમ લાગે છો તો હોય શકે છે બીમારી
- એક વખત ડોક્ટરની મુલાકાત ચોક્કસ લેવી
- વહેલી તકે સંભઆળ લેવાથઈ બીમારી પર કંટ્રોલ આવી શકે છે
ઘમા લોકોને વારંવાર વોશરુમ જવાની ફરીયાદ હોય છે, કલાકે કલાકે જે લોકો વોશરુમ જતા હોય છે તેમણે આ વાતને ઈગ્નોર ન કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં તમે તમને થનારી અથવા તો થયેલી બીમારીને ઈગ્નોર કરી રહ્યા છો.સામાન્ય વ્યક્તિમાં આ લક્ષણો હોતા નથી, તેઓને અનેક વખત બાથરુમ જવું પડતું નથી .
જો આખા દિવસમાં પાણી પીધા પછી 8-10 વાર વોશરુમ જાવો એ સામાન્ય છે. પણ દિવસ દરમિયાન તમે અનેક વખત જાવો છો તો તે ચિંતાનો વિષય બની શકે છે. આવું કરવું તમારી અંદર વધી રહેલી કોઈ મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.
- વારંવાર વોશરિમ કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આમાં વધુ પડતો આલ્કોહોલ અથવા કેફીન પીવું, મૂત્રવર્ધક દવાઓનો ઉપયોગ, ગર્ભવતી, પેલ્વિક ટ્યુમર અથવા સ્ટ્રોકનો સમાવેશ થઈ શકે છે.
- જો તમને વારંવાર વોશરુમ કરવાની જરૂર લાગે છે, તો તે ડાયાબિટીસની મોટો સંકેત પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે તાત્કાલિક કોઈ સારા ડૉક્ટર પાસે તમારી તપાસ કરાવી જરૂરી છે. જેટલી જલદી તમે ડૉક્ટર પાસે સારવાર શરૂ કરશો, તેટલી વહેલી તકે તમે તમારી જાતને રોગથી બચાવી શકશો.
- પ્રોસ્ટેટ એ ગોલ્ફ બોલના કદની ગ્રંથિ છે. જેમ જેમ શરીર વધે છે તેમ તેમ તેનું કદ પણ વધે છે. જો કે, જો તેનું કદ વધે છે, તો તે શરીરની પેશાબની વ્યવસ્થા પર દબાણ લાવી શકે છે અને વારંવાર પેશાબનું કારણ બની શકે છે.
- ક્યારેક પેશાબ નળીઓનો વિસ્તાર ચેપ પણ વારંવાર પેશાબ તરફ દોરી શકે છે. આ દરમિયાન, બાહ્ય ચેપ શરીરમાં પ્રવેશ કરે છે અને તમારા મૂત્ર માર્ગમાં બળતરા પેદા કરે છે. ક્યારેક કેસ બગળી શકે છે અને મૂત્રાશયના કેન્સરનું કારણ બની જાય છે.જેથી વહેલી તકે ડોક્ટર પાસે તપાસ કરાવી જોઈએ
જો ઉપર જણાવેલી તમામ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તમારી જીવનશૈલી સુધારવાની જરૂર છે. આમ કરવાથી તમે કોઈપણ દવા વગર પણ આ સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે, તમારે આલ્કોહોલ અને કેફીનનું પ્રમાણ મર્યાદિત કરવું જોઈએ. પેલ્વિક સ્નાયુઓને મજબૂત કરવા માટે કસરત કરો. જો તમે આવી કોઈ દવા લઈ રહ્યા છો, જે શરીરમાંથી પ્રવાહી દૂર કરે છે, તો તેના વિશે ડૉક્ટરની સલાહ લો.