રિયાધ, 09 ઓક્ટોબર 2026: સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં પરિસ્થિતિ વણસી રહી છે. કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલા બાદ રિયાધ જતી 300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
એર ઈન્ડિયા, ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસે સુરક્ષાને લગતી ચિંતાઓને ટાંકીને ગુરુવાર, 8 ઓક્ટોબરના રોજ રિયાધની તેમની ફ્લાઈટ્સ 10 ઓક્ટોબર સુધી રદ કરી દીધી.
એક પ્રત્યક્ષદર્શી અને આ બાબતથી વાકેફ ત્રણ વ્યક્તિઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે રિયાધ એરપોર્ટ પર ઊભેલા એક વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
રિયાધ જતી 333 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
ફ્લાઇટ ટ્રેકર્સના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં રિયાધ સાથે જોડાયેલી લગભગ ૩૩૩ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. લુફ્થાન્સા ગ્રુપની એરલાઇન્સે પણ જાહેરાત કરી છે કે તેઓ રિયાધ માટેની ફ્લાઇટ્સ સ્થગિત કરશે.
સાઉદી અરેબિયામાં થયેલા આ હુમલાઓ પાછળ ઈરાન-સમર્થિત હૂથી જૂથનો હાથ છે. હૂથીઓ સાઉદી અરેબિયામાં એરપોર્ટ, સૈન્ય મથકો અને તેલ સુવિધાઓ પર વારંવાર હુમલા કરી રહ્યા છે.
હુથી બળવાખોરોએ આ તમામ વૈશ્વિક એરલાઇન્સને હુમલાના પરિણામો વિશે ચેતવણી આપી અને જણાવ્યું કે આ વિસ્તાર તેમની લશ્કરી કામગીરીનું મુખ્ય કેન્દ્ર છે.
સાઉદી અરેબિયામાં બગડતી જતી પરિસ્થિતિ
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ વિસ્તારમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે 10 ઓક્ટોબર સુધી રિયાધ આવતી-જતી ફ્લાઈટ્સ રદ કરી છે. અસરગ્રસ્ત મુસાફરોને ફ્લાઈટના સમયમાં મફત ફેરફાર (રી-શિડ્યુલિંગ) અથવા ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.”
જર્મન એરલાઇન ગ્રુપ ‘લુફ્થાન્સા’ના પ્રવક્તાએ સમાચાર સંસ્થા રોઇટર્સને જણાવ્યું હતું કે, “મધ્ય પૂર્વમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે અમે 16 ઓક્ટોબર સુધી રિયાધ માટેની ફ્લાઇટ્સ સ્થગિત કરી રહ્યા છીએ.”
રિયાધ એરપોર્ટ પર હુમલો
રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલાના સંદર્ભમાં, એક વ્યક્તિએ સંદેશ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “અમે મુસાફરોને જણાવવા માંગીએ છીએ કે તેઓ એરપોર્ટ જતા પહેલાં તેમની એરલાઇનનો સીધો સંપર્ક કરે અને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસી લે.”
હુથી જૂથે ગુરુવારે ત્રીજી વખત રિયાધ એરપોર્ટને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. સાઉદીના નેતૃત્વ હેઠળના લશ્કરી ગઠબંધને અગાઉના હુમલા દરમિયાન મિસાઇલોને આંતરી પાડ્યાની જાહેરાત કર્યાના થોડા જ કલાકો બાદ આ ઘટના બની છે.
વધુ વાંચો: નાના પાટેકરને યાદ કરી ભાવુક થયા સચિન તેંડુલકર, આ રીતે આપી શ્રદ્ધાંજલિ


