1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીરને લઈને ફરીથી ઈમરાન સરકારને આવ્યું સ્વપ્નઃ તાલિબાનો કાશ્મીર જીતીને આપશે
કાશ્મીરને લઈને ફરીથી ઈમરાન સરકારને આવ્યું સ્વપ્નઃ તાલિબાનો કાશ્મીર જીતીને આપશે

કાશ્મીરને લઈને ફરીથી ઈમરાન સરકારને આવ્યું સ્વપ્નઃ તાલિબાનો કાશ્મીર જીતીને આપશે

0
Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબનના સાશન બાદ ઉજવણી કરતી પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારની પાર્ટીના નેતાએ કાશ્મીરને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર નિલમ ઇરશાદ શેખે કહ્યું હતું કે, તાલિબાન પાકિસ્તાન સાથે છે. તાલિબાન આવશે અને કાશ્મીર જીતીને પાકિસ્તાનને આપશે. નીલમએ આ વિવાદિત નિવેદન પાકિસ્તાનની એક ટીવી ચેનલમાં ડિબેટ દરમિયાન આપ્યું હતું. જેથી અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું મનાતું હતું તે સત્ય છે.

નીલમે કહ્યું કે, ઈમરાન ખાને સરકાર બનાવ્યાં બાદ પાકિસ્તાનનું માન વધ્યું છે. તાલિબાન કહે છે કે, અમે આપની સાથે છીએ, તેમજ તેઓ અમને કાશ્મીર જીતીને આપશે. ન્યૂઝ એન્કરે પૂછ્યું કે, તાલિબાન આપને કાશ્મીર જીતીને આપશે તેવુ કોને કહ્યું, ત્યારે નીલમે કહ્યું હતું કે, ભારતે અમારા ટુકડા કર્યાં હતા. પરંતુ અમે ફરીથી જોડાઈશું. અમારી સેના પાસે પાવર છે અને સરકાર પાસે પણ પાવર છે. તાબિલાન અમારો સાથે આપી રહ્યું છે કેમ કે જ્યારે તેમની સાથે અન્યાય થયો હતો ત્યારે પાકિસ્તાને તેમને સાથ આપ્યો હતો હવે તેઓ અમને સાથ આપશે.

પાકિસ્તાન તાલિબાની આતંકીઓને મદદ કરતુ હોવાના આરોપો વચ્ચે નીલમનું નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અફઘાનિસ્તાન યુદ્ધમાં હજારોની સંખ્યામાં આતંકવાદીઓ પાકિસ્તાનના કબાયલી વિસ્તારથી અફઘાનિસ્તાન ગયા છે. તજજ્ઞોના મતે પાકિસ્તાની સેના અને આઈએસઆઈની મદદથી અફઘાનિસ્તાનમાં ફરી એકવાત તાલિબાન શાસન આવ્યું છે. 9/11ના હુમલા બાદ અફઘાનિસ્તાનની ધરતી પર અમેરિકાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન અમેરિકાએ તાલિબાન અને અલકાયદાને ખતમ કરવા માટે પાકિસ્તાનની મદદ લીધી હતી. જેની સામે અમેરિકાએ વર્ષ 2002થી 2018 સુધીમાં લગભગ 33 અરબ ડોલરની આર્થિક મદદ પાકિસ્તાનને કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code