Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં પશુઓ માટે પરમિટના મુદ્દે માલધારીઓએ AMC કચેરી સામે દેખાવો કર્યા

અમદાવાદમાં પશુઓ માટે પરમિટના મુદ્દે માલધારીઓએ AMC કચેરી સામે દેખાવો કર્યા

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર માટે નવી પોલીસી બનાવી છે. જેમાં પશુઓ રાખવા માટે પોતોની માલીકીની જગ્યાનો દસ્તાવેજ હોય તો જ પોલીસી આપવામાં આવે છે. એટલે આ નિયમથી શહેરમાં વસવાટ કરતા ઘણાબધા પશુપાલકોને ઝોરની પરમીટ મળી શકે તેમ નથી. આ ઉપરાંત અન્ય પણ પ્રશ્નો છે. તેના ઉકેલ માટે માલધારી એકતા સમિતિ અને પશુ બચાવ સમિતિ દ્વારા મ્યુનિ કચેરીને ઘેરાવનો કરીને મ્યુનિના સીએનસીડી વિભાગના વડાને આવેદનપત્ર આપ્યું હતું.

અમદાવાદા શહેરમાં મ્યુનિ.ની રખડતાં ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત લાયસન્સ અને પરમિટ માટે દસ્તાવેજવાળી જગ્યા ફરજિયાત છે. માલધારીઓની માંગ છે કે જે જગ્યા ઉપર તેઓ પશુઓ રાખે છે, ત્યાંના લાઈટબિલ અને ટેક્સબિલના આધારે તેઓને લાયસન્સ અને પરમિટ આપવી જોઈએ. ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુના રજીસ્ટ્રેશન માટે પશુ દીઠ 200 લેખે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. તે પૈસા પરત કરવાની માગ સાથે મંગળવારે મોટી સંખ્યામાં માલધારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ માલધારી એકતા સમિતિના પ્રતિનિધિઓએ મ્યુનિ. કચેરીમાં મેયર પ્રતિભા જૈન હાજર ન હોવાથી ઢોર પકડનાર પાર્ટી (CNCD) વિભાગના વડા નરેશ રાજપૂતને આવેદનપત્ર આપ્યું હતું. જો એક સપ્તાહમાં માલધારીઓની માંગણી નહીં સંતોષાય તો તેઓ મુખ્યમંત્રી અથવા મેયરના ઘરનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતે માલધારીઓને આશ્વાસન આપ્યું હતું કે, જે રજૂઆત કરવામાં આવી છે તેને ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધીશો સુધી પહોંચાડવામાં આવશે. કોર્પોરેશન ઓફિસ ખાતે મોટી સંખ્યામાં માલધારીઓ પહોંચ્યા હોવાના પગલે કારંજ પોલીસ સ્ટેશનનો કાફલો દાણાપીઠ ઓફિસ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો.

માલધારી એકતા સમિતિ અને પશુપાલન બચાવો સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, પશુપાલકો પોતાના ઘરે અથવા વંરડામાં પશુઓ રાખી શકે તે માટે ટેક્સબિલ કે લાઈટબિલના આધારે પોતાના કબજો ભોગવટાની માલિકી માન્ય રાખીને પશુ રાખવાનું લાયસન્સ આપવું જોઈએ. માલધારીઓ દ્વારા ભૂતકાળમાં રૂ. 200 લેખે પશુ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. જેની AMCએ પહોચ આપેલી છે. તે રજીસ્ટ્રેશન માન્ય રાખો અથવા પશુપાલકોને પહોચના આધારે કરોડો રૂપિયા પરત આપવા જોઈએ. સાથે-સાથે રોડ ઉપર આવતા પશુઓ ડબ્બામાં પુરાવા જોઈએ. બે પગવાળા આખલા ગૌચરની કિંમતી ભાવની જમીન ચરી ગયા છે, તેઓને પકડીને ડબ્બામાં પુરવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments