1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં નવી, જુની શરતોની ખેતીની જમીનના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિરાકરણ કરાશે,
ગુજરાતમાં નવી, જુની શરતોની ખેતીની જમીનના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિરાકરણ કરાશે,

ગુજરાતમાં નવી, જુની શરતોની ખેતીની જમીનના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિરાકરણ કરાશે,

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં મહેસુલી કાયદાનું સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. ખેડુતોના જમીનને લગતા પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય અને સરકારી તંત્રની આંટાઘૂટીનો સામનો કરવા ન પડે તો માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાને સરળ તથા વહીવટમાં પારદર્શીતાના મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગુડ-ગવર્નન્સ–સુસાશનની આગવી પરિપાટીને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે. અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતુ અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ વિલંબ થતો હતો.

મહેસુલ મંત્રી ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે મક્કમતાપૂર્ણ ત્વરીત નિર્ણાયકતાથી આ સમગ્ર બાબતનું સુચારૂ નિરાકરણ લાવવા મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગને દિશાનિર્દેશ આપ્યા હતાં. આના પરિણામ સ્વરૂપે મહેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા ૨૪ જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દુર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યુ છે અને આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code