Site icon Revoi.in

રાજ્યમાં સરકાર દ્વારા લોન મેળાઓનું આયોજન કરી 21978 લોકોને રૂ. 262 કરોડની લોન અપાવાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામેનુ અભિયાન માત્ર એક – બે  મહિના માટે નથી, દાનવો સામેની લાંબી લડાઇ છે.ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવી સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઉંચા વ્યાજે ધિરાણ લઇ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે. 

વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સુચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવના આયોજન કર્યા હતા. આ અભિયાન માત્ર એક – બે  મહિના માટે જ નથી, આ તો દાનવો સામેની લાંબી લડાઇ છે. 

માણસ જ્યારે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે ત્યારે પોતાના સગા-સબંધી અને મિત્રો અંતર રાખી લે છે, લોકો દૂર ભાગે છે. તેવા સંજોગોમાં એક માત્ર આપણા નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ યોજનાઓ જેવી કે (૧) પ્રધાનમંત્રી મુદ્રા યોજના (૨) બાજપાઇ બેન્કેબલ લોન યોજના (૩) પી.એમ.સ્વનિધિ યોજના (૪) કિસાન સાથી યોજના (૫) પર્સલન લોન યોજના (૬) મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (૭) વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (૮) દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના (૯) જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના (૧૦) માનવ કલ્યાણ યોજના (૧૧) ઔદ્યોગીક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ લોકોને લોન અપાવી છે. 

ફકત વર્ષ-૨૦૨૩માં જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજ્યના ૩૮ પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧,૯૭૮ લોકોને રૂ.૨૬૨ કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કરવામાં આવ્યુ છે.સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીશ્રીએ કહ્યુ કે, રાજ્યના લોકો અને પોલીસ તંત્ર વચ્ચેનું અંતર ઘટે અને મુક્ત મને પોતાની ફરિયાદ પોલીસ અધિકારીઓ અને તંત્ર સામે રજૂ કરે શકે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. વ્યાજના ધંધા સાથે સંકળાયેલા લોકોથી નાગરિકો નિર્ભય બનીને ફરીયાદ કરવા આગળ આવે અને તેમને સરકારની ધિરાણની અન્ય યોજનાઓ વિશે માહિતી મળે તે ઉદ્દેશ સાથે આ કાર્યક્રમો યોજાય છે.તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધીની વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કુલ-૧૬૪૮ લોકદરબારો યોજવામાં આવ્યા હતા. જેમાં ૭૪,૮૪૮ લોકો હાજર રહ્યા હતા. 

#GujaratDevelopment #LoanFairs #FinancialInclusion #GovernmentSupport #EconomicGrowth #EmpoweringPeople #LoansForAll

Exit mobile version