Homeગુજરાતીઈન્ડોનેશિયામાં પ્રબોવો સુબિયાંતો દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે

ઈન્ડોનેશિયામાં પ્રબોવો સુબિયાંતો દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના ચૂંટણી પંચે સત્તાવાર રીતે પ્રબોવો સુબિયાંતોને દેશના આગામી રાષ્ટ્રપતિ જાહેર કર્યા. પૂર્વ જનરલ રહી ચૂકેલા 72 વર્ષીય પ્રબોવો સુબિયાંતોને 58.59 ટકા મત મળ્યા. જ્યારે તેમના હરીફ એનિસ બાસ્વેદાનને 24.95 ટકા મત મળ્યા. રાષ્ટ્રપતિ પદના અન્ય એક ઉમેદવાર ગંજાર પ્રનોવોને 16.46 ટકા મત મળ્યા. ઈન્ડોનેશિયાના ચૂંટણી પંચે વર્તમાન રાષ્ટ્રપતિ જોકો વિડોડોના પુત્ર જિબ્રાન રાકાબુમિંગ રાકાને આગામી ઉપરાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આ વર્ષ 20 ઓક્ટોબરે કાર્યભાળ સંભાળશે. ઈન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.

સંબંધિત લેખો

Most Popular